/

પ્રયાગરાજમાં ભીષણ કાર અકસ્માત, 4 લોકો બળીને ખાખ

ઉત્તરપ્રદેશમાં પ્રયાગરાજના કોરાંવમાં એક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 4 લોકોના મોત નિપજ્યાં હતાં.

પ્રયાગરાજના કોરાંવમાં મંગળવારની મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ઝાડ સાથે ટકરાઇ હતી. જે બાદ કારમાં આગ લાગી હતી. જેના પગલે કારમાં સવાર 4 લોકો બળીને ખાખ થયા હતાં. આ સમગ્ર ઘટનાની જાણકારી ગ્રામજનોને થતાં લોકો ઘટનાસ્થળે એકઠા થયા હતાં.

આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ ખસેડવામાં આવ્યા હતાં. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ નથી.

Leave a Reply

Your email address will not be published.