///

ઉત્તર પ્રદેશમાં ભીષણ રોડ અકસ્માત, 7 લોકોનાં મોત

ઉત્તરપ્રદેશના સંભલ જિલ્લામાં બુધવારે સવારે એક રોડવેઝની બસ અને ટેન્કર અથડાયાં હતાં, જેમાં બસમાં સવાર 7 લોકોનાં મોત નિપજ્યાં છે, જ્યારે 25 લોકો ઘાયલ થયા છે.

આ ભીષણ અકસ્માતને પગલે કેટલાકની હાલત નાજુક હોવાનું સામે આવી રહ્યું છે. દુર્ઘટના મુરાદાબાદ-આગરા નેશનલ હાઈવે પર ધનારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે.

મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ઘટના બાબતે દુઃખ વ્યક્ત કર્યું છે. તેઓએ અધિકારીઓને પીડિતોની શક્ય એટલી તમામ મદદ કરવાના નિર્દેશ આપ્યા છે.

સ્થાનિકોના જણાવ્યાં અનુસાર અકસ્માત ધુમ્મસને કારણે સર્જાયો છે. બસ ચંદૌસીથી મુસાફરોને લઈને અલીગઢ જઈ રહી હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે ટેન્કર બસને ચીરીને બીજી તરફ નીકળ્યું હતું. જેને પગલે બસનો અડધો ભાગ તૂટીને રોડ પર પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.