///

ઉત્તર પ્રદેશમાં ભીષણ માર્ગ અકસ્માત, 6 માસુમ સહિત 14 લોકોના મોત

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં 14 લોકોના મોત નિપજ્યાં છે.

મળતી માહિતી મુજબ લગ્નમાંથી પરત ફરી રહેલી એક બોલેરો કાર રસ્તા પરથી નીચે ઉતરી જતાં ટ્રક સાથે ટકરાઇ હતી. જેના પગલે અક્સમાતમાં 14 લોકોના મોત નિપજ્યાં હતાં. મૃતકોમાં અનેક બાળકો પણ સામેલ છે.

લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલી બોલેરો ગાડી રસ્તાને કિનારે ઉભેલા ટ્રક સાથે અથડાઇ હતી. મળતી માહિતી મુજબ બોલેરોના ડ્રાઇવરને ઝોકું આવી જતાં આ દુર્ઘટના સર્જાઇ હતી. તમામ લોકો નવાબગંજ વિસ્તારથી એક લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત ફરી રહ્યા હતાં.

આ સમગ્ર ઘટના અંગે જિલ્લા એસપી અનુરાગ આર્યેએ 14 લોકોના મોતની પુષ્ટિ કરી છે. આ ઘટના માનિકપુર વિસ્તારના દેશરજના પુરવામાં સર્જાઇ હતી.

આ ઘટનામાં મોટને ભેંટેલા 14 લોકોમાંથી 6 બાળકોનો સમાવેશ છે. તમામ 12 લોકો કુંડા કોતવાલીના જિગરાપુર ચૌસા ગામના રહેવાસી છે, જ્યારે બોલેરો ચાલક સહિત બે લોકો કુંડા વિસ્તારના અન્ય ગામના રહેવાસી છે. આ ઘટનાની સૂચના મળ્યા બાદ એસપી સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.