//

ફ્રાન્સમાં આતંકી હુમલો, 3ના મોત, વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું

ફ્રાન્સના નીસ શહેરમાં ચર્ચ પર આતંકી હુમલો થયો હતો. એક રિપોર્ટસ મુજબ, આ હુમલામાં 3 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું હતું.
આતંકીઓએ ‘અલ્લા હૂ અકબર’ના સૂત્રોચ્ચાર લગાવતા એક મહિલાનું ગળું પણ કાપી નાખ્યું હતું. આ ઉપરાંત અન્ય 2 લોકોની પણ હત્યા કરી હતી. આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હતાં. નીસના મેયર ક્રિશ્ચિયન ઈસ્તોર્સીએ આ ઘટનાને આતંકવાદ સાથે જોડી હતી. તેઓએ કહ્યું, પોલીસે હુમલાખોરની ધરપકડ કરી લીધી છે.

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે.

રિપોર્ટ્સ મુજબ, આ હુમલો નીસના નોટ્રે ડેમ ચર્ચ પર કરવામાં આવ્યો હતો. હુમલામાં 3 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું હતું. જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, હુમલાખોરોએ ચાકુથી હુમલો કર્યો હતો. તે દરમિયાન આતંકવાદી ‘અલ્લા હૂ અકબર’ના સૂત્રોચ્ચાર પણ કરી રહ્યો હતો. જ્યારે પોલીસના તરફથી મળતી માહિતી અનુસાર, આતંકવાદીઓએ એક મહિલાનું ગળું કાપી નાખ્યું છે. મહિલાનું ગળુ કાપવાની ઘટનાને ફ્રાન્સના એક નેતાએ જાહેર કરી હતી.

Leave a Reply

Your email address will not be published.