//

ઓસ્ટ્રિયાની રાજધાનીમાં આતંકી હુમલો, 7ના મોત, PM મોદીએ કર્યુ ટ્વીટ

યૂરોપના ઓસ્ટ્રિયા દેશના વિયનામાં એક યહૂદી ઉપાસના ગૃહ સહિત 6 અલગ-અલગ જગ્યાઓ પર હથિયાર સાથે આતંકીઓએ ગોળીબાર કર્યો હતો. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં અત્યાર સુધીમાં એક હુમલાવર સહિત 7 લોકોના મોત નિપજ્યા છે. પોલીસ ઘટનાની તપાસ કરી છે. અનેક લોકો ઘાયલ થવાના સમાચાર પણ મળ્યા છે.

આ ઘટનાને પગલે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી રાજધાનીમાં બનેલી ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યુ છે. વડાપ્રધાને કહ્યું કે ઓસ્ટ્રિયાની આ દુ:ખની સ્થિતિમાં ભારત તેની સાથે ઉભુ છે.

વિયના પોલીસ દ્વારા કરાયેલા ટ્વીટમાં કહેવાયું છે કે રાતે 8 કલાકે ઘટના બની હતી. જેમાં અનેક રાઉન્ડ ગોળીઓ ચલાવાઈ હતી. ઘટના શહેરમાં 6 અલગ અલગ જગ્યાઓએ બની હતી. તેમાં અનેક લોકો ઘાયલ થયા હતાં. જેમાં એક ઓફિસર પણ સામેલ છે. આ સિવાય પોલીસ દ્વારા એક સંદિગ્ધ હુમલાખોરને ઠાર મરાયો છે.

પોલીસે લોકોને ટ્વીટની મદદથી કહ્યું છે કે હુમલાને લઈને સાવધાન રહે. આ સાથે લોકોને અફવાથી બચવાની સલાહ આપી છે. પોલીસે લખ્યું કે મહેરબાની કરીને અફવા, આરોપ, અટકળો, પીડિતોની અપુષ્ટ સંખ્યાને ન જુઓ. શક્ય હોય તો ઘરમાં રહો અને સાર્વજનિક સ્થળોએ ન જાઓ.

Leave a Reply

Your email address will not be published.