//

કાબુલ યુનિવર્સિટી પર આતંકવાદી હુમલો, 22ના મોત

અફઘાનિસ્તાનની કાબુલ યુનિવર્સિટીમાં સોમવારે થયેલા આતંકવાદી હુમલામાં 22 લોકોના મોત નિપજ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આ આતંકવાદી હુમલામાં અત્યાર સુધી 40થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ હાલમાં સમગ્ર યુનિવર્સિટી કેમ્પસ પર સેનાએ કબ્જો કરી લીધો છે.

કાબુલ યુનિવર્સિટીમાં જ્યારે અફઘાની અને ઈરાની અધિકારીઓ બુકફેરનું ઉદ્ધાટન કરી રહ્યાં હતા, ત્યારે આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો.

આ હુમલા બાદ અફઘાન સ્પેશિયલ ફોર્સ અને વિદેશી કમાન્ડોની ટીમ પણ યુનિવર્સિટી પરિસરમાં પહોંચી ચૂકી છે. હાલ યુનિવર્સિટી જવાના તમામ રસ્તાઓને બ્લોક કરી દેવામાં આવ્યા છે.

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી આતંકવાદી હુમલાને વખોડી હતી અને હુમલામાં ઘાયલ થનાર પરીવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. આ તકે વડાપ્રધાને આતંકવાદ સામે લડવા અફઘાનિસ્તાનને સાથ અને સહકાર આપવા જણાવ્યું હતું.

હાલ સમગ્ર યુનિવર્સિટી કેમ્પસને સેનાના જવાનોએ ખાલી કરાવી છે. આ ઘટનાને લઇ આતંકવાદીઓને પકડવા માટે સેનાના જવાનોને પણ ખડકી દેવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.