///

શ્રીનગરમાં આતંકવાદીએ સુરક્ષાબળોને બનાવ્યા ટાર્ગેટ, હુમલામાં 2 જવાન ઘાયલ

26/11ની વરસી પર જ આતંકવાદીઓએ ફરી એકવાર કાયરતાપૂર્ણ હરકત કરી છે. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં એચએમટી વિસ્તારમાં આતંકવાદીઓએ સુરક્ષાદળોને નિશાન બનાવતાં ફાયરિંગ કર્યું છે.

આ હુમલામાં મળતી માહિતી મુજબ આતંકવાદીએ સુરક્ષાદળો પર હુમલા કર્યો હતો. જેમાં બે જવાનો ઘાયલ થયા છે. સુરક્ષાદળોએ એચએમટી વિસ્તારમાં ઘેરાબંધી કરતાં જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી છે.

પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે આતંકવાદીઓએ ખુશીપોરામાં સુરક્ષાબળો પર ગોળીઓ ચલાવી હતી. સુરક્ષબળોએ આતંકવાદીઓને પકડવા માટે વિસ્તારમાં ઘેરાબંધી કરી શોધખોળ અભિયાન શરૂ કરી દીધું છે.

Leave a Reply

Your email address will not be published.