/

શોપિયાંમાં આતંકીઓએ બેન્કની કેશ વાન લૂંટી

દક્ષિણ કાશ્મીરમાં શોપિયાંના ટૉક મોહલ્લા સ્થિત જમ્મુ કાશ્મીર બેન્ક પાસે આતંકીઓએ બેન્કની કેશ વાનમાંથી રૂપિયા લૂંટી લીધા હતાં. પોલીસના જણાવ્યાં અનુસાર લૂંટવામાં આવેલી રકમ 60-80 લાખ રૂપિયા સુધીની છે. બેન્કના અધિકારીઓ દ્વારા રકમની પૃષ્ટી કરવામાં આવી રહી છે.

પોલીસે જણાવ્યું કે કેટલાક અજાણ્યા બંદૂકધારી શખ્સોએ શોપિયાંના ટૉક મોહલ્લામાં સ્થિત જમ્મુ કાશ્મીર બેન્કની મુખ્ય શાખામાંથી નીકળેલી કેશ વાન પર અચાનક હુમલો કર્યો હતો. બંદૂકની નોક પર આતંકવાદીઓ એ વાનમાં રાખેલી તમામ રકમ કાઢી લીધી હતી અને ફરાર થઇ ગયા હતા.

પોલીસે વધુમાં જણાવ્યું હતુ કે ઘટનામાં આશરે ચાર આતંકીઓ સામેલ હતાં. વાનમાં 70થી 80 લાખ રૂપિયા હોવાનું જાણવા મળે છે. જોકે, બેન્ક અધિકારીઓએ હજુ સુધી તેની ઓફિશિયલ પૃષ્ટી કરી નથી. આ ઘટના બાદ પોલીસ અને સેનાના જવાન તુરંત ઘટનાસ્થળે પહોચી ગયા હતા અને આસપાસના વિસ્તારમાં આતંકીઓને શોધવા તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published.