કોરોના વાયરસના કારણે વિશ્વમાં હાહાકાર મચી જવા પામ્યો છે જ્યારે સમગ્ર ગુજરાતમાં પણ કોરોનાસૂર સંભળાઈ રહ્યો છે.. કોરોનાના ભયથી બચવા કરાયેલા લોકડાઉનના કારણે દેશની આર્થિક પરિસ્થિતિ રઝળતી દેખાઈ રહી છે. એટલુંજ નહીં, લોકડાઉનના પગલે દેશમાં ગરીબી રેખાની નીચે જીવતા લોકોની આર્થિક સ્થિતિ ખૂબજ કફોડી બની છે. લોકડાઉનની કપરી પરિસ્થિતિમાં શ્રમિક અને ગરીબ વર્ગને ઘણી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે શ્રમિક અને ગરિબ પરિવારના લોકોની મદદ માટે ઠાકોર નેતા અલ્પેશ ઠાકોર આગળ આવ્યા છે. તેઓ શ્રમજીવીઓ માટે ખાસ ફૂડ પેકેટ્સની વ્યવસ્થા કરી રહ્યા છે. અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલ ગોપાલક યુવક મંડળ દ્વ્રારા શ્રમિકો માટે ફુડ પેકેટ્સ તૈયાર કરાઈ રહ્યા છે આ સેવા કેમ્પમાં અલ્પેશ ઠાકોર પણ જોડાયા છે અને તેઓ જાતે પુરી તળતા નજરે પડી રહ્યા છે. અલ્પેશ ઠાકોર અને તેમની ટીમ દ્વ્રારા શ્રમિકો માટે રોજના 5 હજાર ફુડ પેકેટ્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ સામે લોકોને જાગૃત કરવા અલ્પેશ ઠાકોરે જાતે જ પોતાના ઘરને સેનિટાઈઝ કર્યું હતું. ત્યારે હવે શ્રમિકોની મદદે આવી અલ્પેશ ઠાકોર માનવતાનું ઉદાહરણ આપતા દેખાઈ રહ્યા છે.
શું ખબર...?
ડ્રગ્સકાંડ: બોલિવુડ અભિનેતા અર્જુન રામપાલને ત્યાં NCBના દરોડાનાયબ મુખ્યપ્રધાન વિરૂદ્ધ ગાંધીનગરમાં દેખાવો, પોલીસે કરી અટકાયતગાંધીનગરમાં ડ્રેનેજની સાફસફાઈ માટે વિકસાવાયું 38 લાખનું અત્યાધુનિક રોબોટદિવાળી ભેટ : PM મોદીએ કાશીમાં 614 કરોડની યોજનાઓનો કર્યો શિલાન્યાસસુરતમાં બ્રાન્ડેડની આડમાં ડુપ્લિકેટ ફૂટવેર વેચનાર દુકાનોમાં CIDના દરોડા