//

કોરોનાને લઇ ઠાકોર સેના અને એકતા મંચ મેદાને જાણો અલ્પેશ ઠાકોરે શું કરી અપીલ

કોરોના વાઇરસને દેશ નહિ વિશ્વ ભરમાં મહામારી છે ત્યારે હાલ 21 દિવસ દેશભરમાં લોકડાઉન છે ગુજરાતમાં પણ સ્થિતિ એ જ છે કારણ કે ગુજરાતમાં કોરોના પોઝિટિવ પણ કેસોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે તમામ સામાજિક સંસ્થાઓ , સરકાર અને ધાર્મિક સંસ્થાઓ સતત મદદ લોકોને મદદ કરી રહી છે. ત્યારે અલ્પેશ ઠાકોરે પણ સામાજિક જવાબદારી નિભાવી અને ઠાકોર સેનાના જિલ્લા અને તાલુકા પ્રમુખને જનતાને મદદ કરવા અપીલ કરી છે.

અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે ઠાકોર સેના અને ઓબીસી એકતા મંચના પ્રમુખ જણાવ્યું હતું કે તમારે તમારા વિસ્તારની જવાબદારી સ્વીકારવાની છે. અલ્પેશ ઠાકોરે સમાચારવાલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જે લોકોને રાહત નથી મળી અથવા તો જેના ઘરમાં અનાજ અને જીવન જરૂરિયાતની વસ્તુઓ ની જરૂર છે તેને ઠાકોરસેના અને એકતા મંચના કાર્યકરો કીટ પહોંચાડશે. જે તે વિસ્તારની જવાબદારી સેના અને ઓબીસી એકતા મંચના પ્રમુખને સોંપાઈ છે.

Leave a Reply

Your email address will not be published.