///

ઓનલાઈન ક્લાસ પૂરો થયા બાદ 11 વર્ષના વિદ્યાર્થીએ ભર્યું આ દર્દનાક પગલું

તાજેતરમાં એક હચમચાવી નાખે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં પાંચમા ધોરણમાં ભણતા 11 વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી છે. આ વિદ્યાર્થી ઘરના બાથરૂમમાં ટાઈથી બનેલા ફંદામાં લટકેલી હાલતમાં મળ્યો હતો. આ ઘટના થાટીપુર વિસ્તારના દર્પણ કોલોનીની છે. મળતી માહિતી પ્રમાણે આત્મહત્યા કરતા પહેલા વિદ્યાર્થીએ ઓનલાઈન ક્લાસ અટેન્ડ કર્યા હતા. આ અંગે જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને હાલ મામલાની તપાસ કરી રહી છે.

આ અંગે પિતા અલ્કેશ સક્સેનાએ જણાવ્યું કે, મૃતક વિદ્યાર્થી સાર્થક ભણવામાં ખુબ હોશિયાર હતો. વાત યોગની હોય કે ઈલેક્ટ્રોનિક સામાનથી કઈંક નવું તૈયાર કરવાની, તે હંમેશા એક્સપરિમેન્ટ કર્યા કરતો હતો. સાર્થક બે ઓનલાઈન ક્લાસ અટેન્ડ કરતો હતો. પહેલો ક્લાસ બપોરે 1:30 થી 2:00 વાગ્યાનો રહેતો હતો જ્યારે બીજો ક્લાસ બપોરે 3:00 થી 3:30 વાગ્યા સુધી ચાલતો હતો. ઓનલાઈન સ્કૂલ ક્લાસ અટેન્ડ કર્યા બાદ પણ સાર્થક ઓનલાઈન વીડિયોથી અભ્યાસ કરતો હતો. ઓનલાઈન ક્લાસ બાદ એવું તે શું થયું કે, વિદ્યાર્થીએ આત્મહત્યા જેવું પગલું ભરવું પડ્યું. આ પ્રશ્ને બધાને વિચારવા પર મજબૂર કરી દીધા છે.

ત્યારે ઓનલાઈન ક્લાસથી નાના બાળકો પર પડતા દુષ્પ્રભાવને લઈને મધ્ય પ્રદેશ જબલપુર હાઈકોર્ટમાં એક અરજી પણ દાખલ કરવામાં આવી છે. જેમાં અરજીકર્તાનું કહેવું છે કે, સરકારના ઓનલાઈન આદેશને તરત સ્થગિત કરવો જોઈએ કારણ કે આ મામલો માસૂમ બાળકોના સ્વાસ્થ્ય અને ભવિષ્ય સાથે જોડાયેલો છે.

આ ઘટના અંગે આરપી ખરે સબ ઈન્સ્પેક્ટરનું માનવું છે કે, હાલ તો ઉતાવળમાં ઓલલાઈન ક્લાસને આત્મહત્યાનું મુખ્ય કારણ માની શકાય નહીં. એવામાં પોલીસ દરેક એંગલથી કેસની તપાસ કરી રહી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે. ઘટનાસ્થળેથી કોઈ સ્યૂસાઈડ નોટ પણ મળી નથી.

Leave a Reply

Your email address will not be published.