////

26/11 મુંબઈ હુમલો : એક એવો હુમલો જેને પૂરા દેશને હચમચાવી નાખ્યો

દેશના ઈતિહાસમાં 26 નવેમ્બર, 2008ની એ સાંજ બહુ જ પીડાદાયક તેમજ લોહિયાળ બની ગઈ હતી. જેમાં પાકિસ્તાનથી આવેલા 10 આતંકવાદીઓએ દેશની આર્થિક રાજધાની મુંબઈ પર હુમલો કરીને હિંસા તેમજ આતંક મચાવ્યો હતો. ત્યારે મુંબઈમાં થયેલા આ હુમલાએ પૂરા દેશને હચમચાવી નાખ્યું હતું.

આ હુમલાને 26 નવેમ્બર, 2008ના દિવસે 10 આતંકવાદીઓ દ્વારા આતંકી હુમલાને અંજામ આપવામાં આવ્યું હતું. જેમાં છત્રપતિ શિવાજી ટર્મિનસ, ઓબેરોય ટ્રાઈડેંટ, તાજ પેલેસ ટાવર, લિયાપોલ્ડ કાફે, કામા હોસ્પિટલ, નરીમન હાઉસ યહુદી સમુદાય કેન્દ્ર, મેટ્રો સિનેમા તેમજ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા બિલ્ડીંગ તેમજ સેંટ જેવિયર કોલેજની પાછળ એક લોનમાં આઠ હુમલા કરવામાં આવ્યા હતા. આ હુમલામાં ઓછામાં ઓછા 166 નિર્દોષ લોકો માર્યા ગયા હતા, જ્યારે 300થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

અજમલ કસાબ નામનો એક આતંકી જીવતો પકડાયો હતો. કસાબ, જેને વર્ષ 2012માં ભારતમાં ફાંસી આપવામાં આવી હતી. કસાબનો જન્મ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ફરીદકોટ વિસ્તારમાં થયો હતો, તેનું શરૂઆતનું શિક્ષણ ફૈસલાબાદમાં થયુ અને તે બાદ 2005માં પોતાનું ઘર છોડી દીધું અને પોતાના એક મિત્ર સાથે નાની મોટી ચોરીમાં સામેલ થયો હતો. આ દરમિયાન કસાબ જમાત-ઉદ-દાવાના પ્રતિનિધિઓના સંપર્કમાં આવ્યો, જે પ્રતિબંધિત સંગઠન લશ્કર-એ-તૈયબાની રાજકીય વિંગ હતી, જેને તેણે ભરતી કર્યો અને તેને સિંધ પ્રાંતના થાટામાં આતંકવાદી ટ્રેનિંગ શિબિરમાં મોકલ્યો. પાકિસ્તાનની તપાસમાં આ વિવરણનું સત્ય સામે આવ્યું, જેમણે મુંબઇ હુમલાની તપાસ કરી હતી.

આ ટ્રેનિંગ દરમિયાન કસાબને દરિયાઇ માર્ગ દ્વારા ભારતમાં પ્રવેશ કરવા અને આતંકવાદી હુમલામાં મહત્વપૂર્ણ સ્થળોને ટાર્ગેટ કરવાની યોજના વિશે જણાવવામાં આવ્યું હતું. કસાબને થાટામાં લશ્કરના સભ્યો દ્વારા હથિયાર અને દારૂગોળા સાથે કમાન્ડો ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ તથ્યને પણ સાબિત કરવામાં આવ્યું કે, મુંબઇ હુમલામાં ઉપયોગમાં લેવાયેલા વિસ્ફોટક ઉપકરણોને થાટા ટ્રેનિંગ શિબિરમાંથી જપ્ત કરવામાં આવ્યા હતા. કસાબને તેની ટીમના નવ સભ્યો સાથે કરાંચી પોર્ટ પર લઇ જવામાં આવ્યા હતા, જ્યા તેમણે ફિશિંગ ટ્રોલરનો ઉપયોગ કર્યો, જે મુંબઇ તરફ રવાના થઇ હતી, તેમણે ઉપયોગ કરેલી ટ્રોલરને બાદમાં પોર્ટ પર પરત લાવવામાં આવી હતી.

આ ઉપરાંત ઓળખ છુપાવવા માટે તેને પેન્ટ કરવામાં આવી હતી. મુંબઇ પોર્ટ પાસે આતંકવાદીઓ દ્વારા છોડવામાં આવેલા ડિંગીના એન્જિનથી આ પણ ખુલાસો થયો હતો કે, તેને જાપાનથી લાહોર અને પછી કરાચી સ્થિત એક સ્પોર્ટ્સ શોપમાંથી આયાત કરવામાં આવી હતી જ્યાંથી લશ્કરના આતંકવાદીઓએ તેને ખરીદ્યુ હતું. ત્યારે આ અંગે ભારતનો દાવો છે કે, આ હુમલાનું ષડયંત્ર પાકિસ્તાનમાં રચવામાં આવ્યુ હતું અને કરાચીમાં ઓપરેશન રૂમના રૂપમાં તેનો દાવો સાચો સાબિત થયો, જ્યાંથી ઓપરેશનનો આદેશ આપવામાં આવ્યો હતો, જેને તપાસકર્તાઓ દ્વારા ઓળખવા અને સિક્યોર કરવામાં આવ્યો હતો.

હુમલાખોરો અને કરાચીમાં બેઠેલા તેમના ઓપરેટરો વચ્ચે કોમ્યુનિકેશન વોઇસ ઓવર ઇન્ટરનેટ પ્રોટોકોલના માધ્યમથી કરવામાં આવ્યા હતા, જેવા કે પાકિસ્તાની તપાસકર્તાઓ દ્વારા પૃષ્ટી કરવામાં આવી હતી. હુમલા પાછળ કથિત કમાન્ડર અને માસ્ટરમાઇન્ડ, જેયૂડી પ્રમુખ હાફિઝ મોહમ્મદ સઇદ, કાશ્મીરમાં લશ્કરનું ઓપરેશનના ડેપ્યુટી અને સુપ્રીમ કમાન્ડર જકીઉર રહમાન લખવીની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, બાદમાં પાકિસ્તાનની કોર્ટે બન્નેને પુરાવાની કમીનો હવાલો આપતા છોડી મુક્યા હતા. નોંધનીય છે કે, દર વર્ષે પાકિસ્તાનની કોર્ટમાં મુંબઇ હુમલાનો કેસ ભારતીય ડોજિયર પ્રત્યે અનદેખી અને પાકિસ્તાન દ્વારા કેસમાં પુરાવાની માંગ સાથે ખેચાતો જ જઇ રહ્યો છે.

અત્રે નોંધનીય છે કે, એક દાયકાથી પણ વધુ સમય પહેલા થયેલા આ આતંકી હુમલા બાદ, પાકિસ્તાન હજુ પણ હુમલા પાછળના માસ્ટરમાઇન્ડ હાફિઝ મોહમ્મદ સઇદ અને તેના સાથીઓને સજા આપી શક્યું નથી. પાકિસ્તાને કહ્યું છે કે, ભારતે પાકિસ્તાનની કોર્ટને આરોપીઓને દોષી સાબિત કરવા માટે પૂરતા પુરાવા નથી આપ્યા.

Leave a Reply

Your email address will not be published.