////

અમદાવાદના 85 વર્ષના દાદીએ કોરોનાને માત આપી

દેશમાં કોરોના મહામારીના એક કરોડ કરતા પણ વધુ કેસ સામે આવ્યા છે. ત્યારે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે અમદાવાદમાં આવેલા રાયખડ વિસ્તારમાં રહેતા 85 વર્ષના એક દાદીએ કોરોના સામેનો જંગ જીત્યો છે. જેમાં તેમણે ઘરમાં રહીને વગર સારવારે જ કોરોનાને મ્હાત આપી હતી. ત્યારે આ દાદીને અનેક તકલીફો હતી છતા તેમણે કોરોના સામે લડત આપીને તેને હરાવ્યો હતો.

અમદાવાદમાં આવેલા રાયખડ વિસ્તારમાં રહેતા 85 વર્ષના યાસ્મીનબેનને બન્ને પગમાં ફેકચર અને બલ્ડ પ્રેશર સહિતની અનેક બીમારી હોવા છતા કોરોના સામે જંગ જીત્યા છે. જોકે, કોરોના પોઝિટિવ આવતા તેમણે ઘરે જ હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. અમદાવાદના રાયખડ વિસ્તારમાં રહેતા યાસ્મીનબેન ઉંમરભાઈ શેખનું અગાઉ 6 મહિના પહેલા લપસી જતા તેમના પગનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને ફરી એકવાર પગ લપસતા તેઓ પડી જતા તેમના બીજા પગમાં પણ ફ્રેક્ચર થયુ હતું.

આ ઉપરાંત તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ સરકારની ગાઈડલાઈન પ્રમાણે સૌ પ્રથમ તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તેઓ પોઝિટિવ આવ્યા હતા. જેથી તેઓને ઘરે પાછા લઈ જવામાં આવ્યા હતા અને ઘરે જ આયુર્વેદિક સારવાર કરવામાં આવતો હતો. જેથી આજે 18 દિવસ બાદ તેઓ કોરોનાને મ્હાત આપી સાજા થઈ ગયા હતા.

જોકે દાદામના પુત્ર મોંહમદ સલીમ ઉમરભાઈ શેખને કોરોના પોઝિટિવ આવતા તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જયાં તેઓનું સારવાર દરમિયાન નિધન થતા પરિવાર પર આભ ફાટી નિકળ્યો હતો. આ બનાવની જાણ તેમની માતાને કરતા તેઓને ભારે શોક લાગ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.