/

સરહદ વિવાદ: આજે યોજાશે 8મી કમાન્ડર સ્તરની બેઠક

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદ તણાવને ઘટાડવા માટે બંને દેશોની સૈન્ય વચ્ચેની વાટાઘાટો સતત ચાલુ છે. બંને દેશની સૈન્ય વચ્ચે કોર્પ્સ કમાન્ડર સ્તરની આઠમી બેઠક આજે શુક્રવારે 6 નવેમ્બરના રોજ યોજાશે.

મળતી માહિતી મુજબ આ બેઠક પૂર્વી લદ્દાખના ચુશુલમાં યોજાશે. બંને પક્ષો એપ્રિલથી મે દરમિયાન પૂર્વી લદ્દાખમાં ચાલી રહેલા લશ્કરી તણાવ અંગે વાટાઘાટો કરશે. આ ઉપરાંત બંને પક્ષો વિવાદના સમાધાન અને સરહદી વિસ્તારોમાં શાંતિ જાળવવા અંગે ચર્ચા કરશે. ઉલ્લેખનિય છે કે આ પહેલા સૈન્ય સ્તરની બેઠકનો સાતમો રાઉન્ડ 12 ઓક્ટોબરના રોજ યોજાયો હતો.

ભારત આ બેઠકમાં પૂર્વી લદ્દાખના તમામ ડેડલોક સ્થાનોએથી ચીની સૈનિકોની સંપૂર્ણ ઉપાડ પર ભાર મૂકશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આજે શુક્રવારે પૂર્વી લદ્દાખમાં બેઠક સવારે ભારતીય વિસ્તાર તરફ આવેલા ચુશુલમાં યોજાશે.

પૂર્વી લદ્દાખમાં શિયાળા દરમિયાન કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે ભારતના લગભગ 50,000 સૈનિકો પર્વતની ઉંચાઈ પર તૈનાત કરવામાં આવ્યા છે. છેલ્લા 6 મહિનાથી ચાલી રહેલા આ ડેડલોકને લઇને બંને દેશો વચ્ચે ભૂતકાળમાં અનેક તબક્કાની વાટાઘાટોનું હજુ સુધી કોઈ નક્કર પરિણામ આવ્યું નથી. ત્યારે આજની બેઠકમાં શું પરિણામ આવશે તે જોવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published.