/////

પ્રેરણા રૂપી કિસ્સો : અમદાવાદના 99 વર્ષના આ બાએ કોરોનાને આપી મ્હાત

કોરોના વાયરસ એક તરફ મોટી ઉંમરનાં અને બીમારી ધરાવતાં લોકોનો સૌથી વધુ ભોગ લઈ ચૂક્યો છે. આવી પરિસ્થિતીમાં અમદાવાદના મણિનગર રેલ્વે ક્રોંસિંગ પાસે રહેતાં 99 વર્ષના લલિતા બાએ કોરોના મ્હાત આપી છે.

અમદાવાદમાં સ્થાઈ લલિતાબાના પુત્ર વિનોદભાઈને કોરોના થતાં હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતાં. ત્યારબાદ પુત્રવધૂ પણ પોઝિટિવ આવતાં તેઓ હોમ કોરેન્ટાઈન થયા હતાં. પરંતુ સમય જતા બાની તબિયત લથડી અને કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ લલિતા બા પણ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું. કોરોના પોઝિટિવ હોવાથી લલિતા બા ઘરે જ હોમ કોરેન્ટાઈન થયા હતાં.

તેમની માટે બહારથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. સમય જતા પુત્ર અને પુત્રવધુએ કોરોનાને મ્હાત આપી હતી. પરંતુ માતાને કોરોનાની ચિંતા થયા કરતી આખરે 15 દિવસ બાદ લલિતા બા ફરી બેઠા થયા અને કોરોનાને મ્હાત આપી હતી.

કોરોના વાયરસની પરિસ્થિતિમાં માનસિક સંતુલન ગુમાવ્યા વિના લલિતા બા અડગ બનીને પોતાનું દૈનિક કાર્ય કરતાં હતાં. 99 વર્ષના લલિતા બા ભક્તિ રસથી તરબોળ રહેતાં અને પોતાનું આત્મબળ વધારતાં ગયા. 15 દિવસમાં 99 વર્ષના લલિતા બા એ આત્મબળથી કોરોનાને મ્હાત કર્યો અને સાજા થયા છે.

Leave a Reply

Your email address will not be published.