///

લોજપા ઉમેદવાર ડો.પ્રકાશ ચંદ્રા પર આ અભિનેત્રીએ લગાવ્યો ગંભીર આરોપ

બિહારમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમી છવાયેલી છે. ત્યારે જ ગત તા.26ના રોજ લોજપા ઉમેદવાર ડો.પ્રકાશ ચંદ્રા માટે પ્રચાર કરનાર બોલીવુડ અભિનેત્રી અમિષા પટેલે પ્રચાર કરી ખુલ્લી ગાડીમાં રોડ શો કર્યો હતો. આ દરમ્યાન પ્રથમ ચરણનાં આ મતદાન પહેલા જ અમીષા પટેલ દ્વારા લોજપા ઉમેદવાર ઉપર સનસનીખેજ આરોપ લગાવતો ઓડીયો વાયરલ થતા બિહારનું રાજકારણ વધારે ગરમાયું છે.

આ ઓડીયામાં અમિષા પટેલ લોજપા ઉમેદવાર ડો.પ્રકાશ ચંદ્રા ઉપર આરોપ લગાવતા જણાવે છે કે, ડો.પ્રકાશ ચંદ્રા એક નંબરના ખોટા અને બ્લેકમેલર છે. તેઓએ પ્રચાર દરમ્યાન મને તંગ કરવાની કોશીષ કરી હતી.

સાથે જ એ પણ કહ્યં કે, બિહારમાં ચૂંટણી પ્રચારનો તેને બેહદ ખરાબ અનુભવ થયો તેના ઉપર બળાત્કાર પણ થઇ શકતો હતો. તેણે જેમ તેમ કરી રાત પસાર કરી સવારની ફલાઇટમાં પોતાના ખર્ચે મુંબઇ પહોંચી ગઇ હતી. ઉલ્લેખનીય છે કે, આ ઓડીયોમાં પોતાને અમીષા પટેલા કહેનારી મહિલા ખરેખર અમિષા પટેલ છે કે કેમ? તે શંકા છે.

Leave a Reply

Your email address will not be published.