///

અમદાવાદીઓ માટે ખુશખબર: હવે રિવરફ્રન્ટમાં 5.8 કિલોમીટરનો થશે વધારો

દિવાળી આવી રહી છે, ત્યારે રાજ્ય સરકાર અમદાવાદ શહેરને અનેક મોટી ભેટ આપી રહ્યાં છે. જેમાં સી પ્લેનને લઈને શહેર હાલ બહુ ચર્ચામાં છે. ત્યારે ત્રણ દિવસ પછી આ પ્લેન વિધિવત રીતે પ્રવાસીઓ માટે ઉડાન ભરશે. તો અમદાવાદવાસીઓ માટે બીજી ખુશખબર એ છે કે, સાબરમતી નદી કિનારે બનાવાયેલા રિવરફ્રન્ટમાં હવે વધુ 5.8 કિલોમીટરનો વધારો કરવામાં આવશે. જેને લઈને અમદાવાદીઓનો આ રિવરફ્રન્ટ વધુ લાંબો થઈ જશે. જોકે, આ કામગીરીમાં અમદાવાદીઓને નવા નજરાણાં મળી રહેવાના છે. આ નવા 5.8 કિલોમીટરના પટ્ટામાં નવી સુવિધાઓ પણ આપવામાં આવશે.

મહત્વનું એ છે કે, અમદાવાદ શહેરના રિવરફ્રન્ટના ફેઝ-2ની કામગીરીના પ્લાનિંગ માટે મંજૂરી પણ મળી ગઈ છે. રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ અને કોર્પોરેશનમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ફેઝ-1 અને ફેઝ-2 એમ મળીને કુલ 34 કિમીનો રિવરફ્રન્ટ હવે અમદાવાદીઓ માટે બનશે. રિવરફ્રન્ટના ફેઝ-2નું કામગીરી ટૂંક સમયમાં શરૂ થશે. આ સાથે જ અમદાવાદની ટ્રાફિક સમસ્યામાં પણ ઘટાડો થશે.

આ ઉપરાંત રિવરફ્રન્ટનો બીજા ફેઝ પ્લાન પણ મંજૂર થઈ ગયો છે. રિવરફ્ન્ટ પૂર્વમાં 5.8 કિમીનો વધારો કરવામાં આવનાર છે. આ વધારો પૂર્વ અને પશ્ચિમ બંને તરફથી થશે. રિવરફ્રન્ટ પશ્ચિમમાં 5.2 કિમીનો વધારો કરાશે. બંને બાજુની રિવરફ્રન્ટની કુલ લંબાઈ 34 કિમી થશે.

Leave a Reply

Your email address will not be published.