//

ચેતી જજો હવે CID CRIME લોકડાઉનમાં ફરજ પર આવી

કોરોના વાયરસ વધતો જાય છે દેશ માં 21 દિવસ નું લોકડાઉન છે છતાં રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસ વધી રહયા છે લોકડાઉન અને 144 કલમ હોવા છતાં લોકો એકઠા થઇ સોશીયલ ડિસ્ટન્સનું પાલન નથી કરતા.. ગુજરાત પોલીસ સતત લોકો ને જાગૃત કરી રહી છે અને પોલીસ કર્મચારીઓ ઓવરલોડ વર્ક કરી રહ્યા છે તેથી રાજ્ય સરકારે હવે સુરક્ષા એજન્સીઓ મેદાનમાં ઉતારી છે અને લોકડાઉન નું ચુસ્ત પાલન કરાવવા કડક પગલા લઇ રહી છે હવે રાજ્ય ની CID કે જે ખાનગી રાહે ફરજ બજાવતી હતી તેને પણ લોકડાઉન ના ચુસ્ત અમલ માટે ફરજ પર મોકલવા નો નિર્ણય કર્યો છે આજે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ગૃહવિભાગ તેમજ પોલીસવડા શિવાનંદ ઝા દ્વારા મહત્વ નો નિર્ણય લઈ CID ને હવે લોકડાઉન બંદોબસ્ત માટે ફરજ પર મોકલવા નો નિર્ણય કર્યો છેરાજ્ય માં લોકડાઉન ની ફરજ બજાવવા CID Crime વિભાગ ને પણ મેદાનમાં ઉતારવા નિર્ણય લેવા માં આવ્યો છે રાજ્યના CID crimeના અધિકારીઓ કર્મચારીઓને જે તે ઝોન માં લોકડાઉનની અમલવારી કરવાની ફરજ બજાવવા આદેશ કરાયા નું જાણવા મળેલ છે સરકાર ના નિર્ણય થી રાજ્યની જનરલ પોલીસ ને રાહત મળશે અને ખાનગી એજન્સીના અનુભવ થી પણ કાર્ય પદ્ધતિ મુજબ કામગીરી થશે.

Leave a Reply

Your email address will not be published.