///

અસમ સરકાર દિકરીઓના લગ્નમાં ભેટ સ્વરૂપે 10 ગ્રામ સોનું આપે છે

અસમ સરકાર દ્વારા દિકરીઓને તેમના લગ્નમાં ભેટ સ્વરૂપે સોનું આપવામાં આવે છે. જોકે સરકાર દિકરીઓ માટે ઘણી યોજનાઓ ચલાવે છે. જેમાં તેમના શિક્ષણથી લઇને જીવનના ઘણા અવસરો પર સરકારી સ્કીમ્સનો ફાયદો મળે છે. ત્યારે હવે કોઇપણ દિકરીના લગ્ન થાય છે તો સરકાર તેમને 10 ગ્રામ સોનું આપશે.

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા દિકરીઓના વિકાસ અને તેમના અધિકારોની રક્ષા માટે ઘણી અલગ-અલગ યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં અસમ સરકાર તરફથી ચલાવવામાં આવતી અરૂંધતિ સ્વર્ણ યોજના પણ સામેલ છે. જેમાં દિકરીના લગ્ન પર રાજ્ય સરકાર તરફથી ભેટ સ્વરૂપે તેમને 10 ગ્રામ સોનું આપવામાં આવે છે. અસમ સરકારે અરૂંધતિ સ્કીમને ગત વર્ષે લોન્ચ કરી હતી. ત્યારે આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરવી પડે છે.

આપને જણાવી દઈે કે, આ સ્કીમ તે પરિવારોને મળશે જેમની બે પુત્રીઓ છે. એટલે કે કોઇની ત્રણ અથવા તેનાથી વધુ પુત્રીઓ છે તો તેમને આ સ્કીમનો લાભ નહી મળે. આ ગોલ્ડ સ્કીમ ફક્ત તેમના માટે જે વરની ઉંમર 21 વર્ષ અને વધૂની ઉંમર 18 વર્ષ થઇ ચૂકી હોય. આ યોજનાનો લાભ લેવા માટે દુલ્હનના પરિવારની વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઇએ. તેનાથી વધુ હશે તો આ ફાયદો મળશે નહી.

આ ઉપરાંત આ યોજનાનો ફાયદો છોકરીના પહેલાં લગ્ન વખતે મળશે, જો ત્યારબાદ તે બીજા લગ્ન કરે છે તો યોજનાનો લાભ નહી મળે. સાથે જ 10 ગ્રામ સોનું ફક્ત તે સમુદાયમાં દુલ્હનોને મળશે, જ્યાં આ પ્રકારની પ્રથા છે. લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ, 1954 અનુસાર રજિસ્ટર્ડ હોવા જોઇએ. જે દિવસે રજિસ્ટ્રેશન થાય તે દિવસે છોકરીને સ્કીમ માટે એપ્લાય કરવું પડશે.

Leave a Reply

Your email address will not be published.