//

મધ્ય પ્રદેશના ખુલ્લા બોરવેલમાં બાળક પડી ગયું, સૈન્ય મેદાને

મધ્ય પ્રદેશના નિવાડી જિલ્લાના પૃથ્વીપુર વિસ્તારમાં બુધવારે એક બાળક રમતા રમતા બોરવેલમાં પડી ગયુ હતું. જેના પગલે તેને બચાવવા માટે સેનાએ કમર કસી છે.

આ તકે નિવાડી જિલ્લાના એડિશનલ એસપીએ જણાવ્યું કે, બચાવ દળને બાળકને અવાજ સાંભળવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ બનાવને પગલે રાજ્યના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે ટ્વીટ કરીને કહ્યું હતું કે, ઓરછાના સેતપુર ગામમાં બોરવેલમાં પડેલા માસુમ પ્રહલાદને બચાવવા માટે સ્થાનિક વહીવટી તંત્રની સાથે સેનાએ બચાવ કાર્ય હાથ ધર્યું છે અને મને વિશ્વાસ છે કે, ખૂબ જ ઝડપથી પ્રહલાદને કુશળતા પૂર્વક બહાર કાઢવામાં આવશે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ત્રણ વર્ષનો બાળક પ્રહલાદ જિલ્લાના વારહબુઝુર્ગ ગામમાં બોરવેલ રમતી વખતે પડી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. બાળકને બચાવવા પ્રયાસો ચાલુ છે. સેના આશરે બસો ફુટ ઉંડા બોરવેલથી બાળકને બચાવવા યુદ્ધના ધોરણે પ્રયાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published.