////

31 ડિસેમ્બર સુધી આંતરરાષ્ટ્રીય હવાઈયાત્રા પર પ્રતિબંધ લંબાવાયો

હાલમાં દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, જેના પગલે કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા માટે એક્શનમાં આવીને નિર્ણય લઈ રહી છે, ત્યારે કોરોનાના કહેરને ધ્યાનમાં રાખીને DGCA દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

DGCA વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય હવાઈયાત્રા પરના પ્રતિબંધને 31 સુધી લંબાવી દેવામાં આવ્યો છે. જેને પગલે હવે દેશમાં 31 ડિસેમ્બર સુધી કોઈ પણ કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ભારત બહાર જઈ શકશે નહીં, સાથે જ બહારથી પણ કોઈ ફ્લાઈટ ભારતમાં આવશે નહીં. જોકે આ દરમિયાન વંદે ભારત મિશન અંતર્ગત ચાલતી ખાસ ફ્લાઈટો ચાલુ રહેશે.

દેશમાં કોરોના સંક્રમણ હજુ પણ યથાવત જ છે. ત્યારે ચાલુ વર્ષે 23 માર્ચથી કોમર્શિયલ આંતરરાષ્ટ્રીય ઉડાન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ત્યારે ડોમેસ્ટિક ફ્લાઈટની સેવાઓને પણ બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ 25 મેથી ડોમેસ્ટિક ફ્લાઈટની સેવા ફરી શરૂ કરી દેવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published.