/

બીજેપીના આ મહાસચિવે જેએનયુનું નામ બદલીને સ્વામી વિવેકાનંદ રાખવા કરી માંગ

હાલમાં જેએનયુ યુનિવર્સિટીનું નામ બદલવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સાથે જ જેએનયુ યુનિવર્સિટીનું નામ બદલવાની માંગ પણ કરીવામાં આવી છે. બીજેપી મહાસચિવ સીટી રવિએ જવાહર લાલ નહેરુ વિશ્વ વિદ્યાલય- જેએનયુનું નામ બદલીને વિવેકાનંદના નામ પર રાખવાની માંગ કરી છે. ભારતમાં છેલ્લા કેટલાય વર્ષોથી શહેરો તેમજ યુનિવર્સિટીઓના નામ બદલવાની રાજનીતિ તેજ થઇ છે.

નોંધનીય છે કે, ઉત્તરપ્રદેશમાં મુગલસરાય રેલવે સ્ટેશનનું નામ બદલીને દીન દયાલ ઉપાધ્યાય જંક્શન કરવામાં આવ્યું. આ ઉપરાંત અલ્હાબાદનું નામ પણ બદલીને પ્રયાગરાજ કરી દેવામાં આવ્યું છે. ત્યારે હવે એવું પ્રથમવાર નથી થયું કે, દેશના પહેલા વડાપ્રધાનના નામ પર બનેલી યુનિવર્સિટીનું નામ એક અન્ય મહાપુરુષના નામ પર બદલવાની માંગ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ઇન્દિરા ગાંધી શાસનકાળમાં બનેલી જેએનયુ સત્તા વિરોધી ચરિત્ર માટે જાણીતી છે. ડાબેરી વિદ્યાર્થી સંગઠનોના આ ગઢમાં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી તેમજ મનમોહનને પણ વિરોધનો સામનો કરવો પડ્યો છે. છેલ્લા ચાર વર્ષોમાં કેટલીય એવી ઘટના ઘટી જ્યારે અહીં વિદ્યાર્થીઓનું ઘર્ષણ કેન્દ્ર સરકાર તેમજ દિલ્હી પોલીસ સાથે પણ થયું.

Leave a Reply

Your email address will not be published.