////

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપ વિજયી બને તેની રણનીતિ તૈયાર

તાજેતરમાં જ ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો પર પેટાચૂંટણી જીતનારી ભાજપ આગામી સમયમાં કોર્પોરેશનની ચૂંટણીને લઈને ફરીથી એક્શન મોડમાં આવી છે. ગુજરાતના 31 જિલ્લાઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સાથે સંકળાયેલા છે, ત્યારે આ ચૂંટણીમાં કયા કાર્યકરોને ઉમેદવાર તરીકે પસંદ કરવા તેને લઈને ભાજપ પ્રદેશ અગ્રણીઓની બેઠકોનો ધમધમાટ શરુ થયો છે.

ભાજપ પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે, આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓને લોકો સુધી લઈ જશે. અગાઉ પેટા-ચૂંટણીની 8 બેઠકોના ઇન્ચાર્જના મંતવ્યો લેવામાં આવ્યા હતાં. જો કે મોટી ચૂંટણીની જેમ નાની ચૂંટણીમાં નો-રિપીટ થિયરીનો પ્રશ્ન ઉભો થતો નથી. કારણ કે, નાની ચૂંટણીમાં ઉમેદવાર સતત લોકોના સંપર્કમાં હોય છે. પરંતુ ઉંમર અને કામગીરીને લઈને સુધારાને અવકાશ છે. દરેક સમાજનું પ્રતિનિધિત્વ થાય તેવો પ્રયત્ન કરાશે.

ઉલ્લેખનીય છે કે, પેજ કમિટીની સ્કીમ ભારતીય જનતા પાર્ટીએ ચલાવી છે. તેમાં નારણપુરા વિધાનસભામાંથી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમીત શાહે પેજ કમિટી બનાવી છે, જેના તેઓ પ્રમુખ છે. તેમનાથી ભાજપના કાર્યકરોના જોમ અને જુસ્સો વધશે. તેમજ તેમનું એ કાર્ડ તેમને સુપરત પણ કરાશે.

Leave a Reply

Your email address will not be published.