////

પેટા ચૂંટણીમાં જીતેલા ભાજપના MLA આવતીકાલે શપથ ગ્રહણ કરશે

10 નવેમ્બરના રોજ જાહેર થયેલા પેટા ચૂંટણી પરિણામોમાં ભાજપના 8 ધારાસભ્યોની જીત થઇ છે. જેનો શપથ ગ્રહણ સમારોહ આવતીકાલે યોજાશે. તેની સાથે જ વિધાનસભા ગૃહમાં ભાજપના સભ્યોની સંખ્યા 111 થઇ જશે.

આવતીકાલે લાભ પાંચમના દિવસે શપથ સમારોહ બાદ 182 સભ્યોના વિધાનસભા ગૃહની સ્થિતિ જોવા જાયે તો ભાજપ 111, કોંગ્રેસ 65, બીટીપી 2, એનસીપી 1 અને અપક્ષ 1 થઇ જશે. બે બેઠકો હજુ ખાલી છે. આ બેઠકો દેવભૂમિ દ્વારકા અને મોરવા હડફ છે.

ગુજરાતમાં 23મી ઓક્ટોબરે થયેલી 8 બેઠકોની પેટા ચૂંટણીમાં ભાજપને 55 ટકા, કોંગ્રેસને 34.4 ટકા મત મળ્યા હતાં. આ રીતે કોંગ્રેસે આઠેય બેઠકો તો ગુમાવી દીધી, સાથે તેના વોટ શેરમાં પણ ઘટાડો થયો છે.

ઉલ્લેખનિય છે કે અગાઉ વિધાનસભા ચૂંટણીમાં આ તમામ 8 બેઠકો કોંગ્રેસને ફાળે ગઇ હતી. પરંતુ થોડા સમય પહેલાં રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસમાં બળવો કરી કોગી ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતાં.

પેટા ચૂંટણીમાં તમામ 8 બેઠકો પર ભાજપની ભવ્ય જીત થઈ છે. જેમાં ડાંગ બેઠક પર 30 હજારથી વધુની લીડ સાથે જીત થઇ હતી. જ્યારે મોરબીમાં બ્રિજેશ મેરજા બહુ જ પાતળી સરસાઈથી જીત્યા હતાં. જોકે, દિવાળી પહેલા મતદારોએ ભાજપને મોટી ગિફ્ટ આપી છે. જેની ઉજવણી તમામ બેઠકો પર કરવામા આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.