///

BJP શાસિત હરિયાણાના નાયબ મુખ્યપ્રધાન આ શું બોલી ગયા

હરિયાણાના નાયબ મુખ્યપ્રધાન દુષ્યંત ચૌટાલાનું કહેવું છે કે, નવા કૃષિ કાયદાઓમાં અનેક સુધારાઓની જરૂરત છે અને ખેડૂતોને અપીલ છે કે, આ કેસમાં મહત્વપૂર્ણ સૂચનો આપે. તેમને કહ્યું કે, કૃષિ કાયદામાં પરિવર્તન કરવાની જરૂરત છે અને આ સંબંધમાં કેન્દ્ર સરકારને લેખિતમાં સૂચનો આપવામાં આવ્યા છે અને કેન્દ્રએ પણ તેના પર સહમતિ વ્યક્ત કરી છે.

દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે, ખેડૂતોના સંગઠનોએ કાયદાઓમાં સુધારાઓનો રસ્તો પસંદ કરવો જોઈએ. તેમને આગ્રહ કર્યો કે, ખેડૂત નક્કર સૂચનો આપે. તેમને કેસમાં મધ્યસ્થી કરવાની રજૂઆત પણ કરી.

ચૌટાલાએ રાજકીય ફાયદાઓ માટે ખેડૂતોનો ઉપયોગ કરવાનો આરોપ લગાવતા વિપક્ષી પાર્ટીઓની ટીકા કરતા કહ્યું કે, તેઓ તે દિવસે રાજીનામું આપી દેશે જ્યારે તેમને લાગશે કે, હરિયાણામાં ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી) સુનિશ્ચિત કરવામાં અસમર્થ છે.

જનનાયક જનતા પાર્ટી (જેજેપી)ના નેતાએ કહ્યું કે, “કોંગ્રેસ નેતા ગરમી અને શિયાળાની ઋતુના પાકોના નામ પણ જાણતા નથી, તેઓ ખેડૂતોનું સમર્થન કરવાના નામ પર રાજનીતિ કરી રહ્યાં છે. ખેડૂતોએ કેન્દ્ર સાથે વાત કરવી જોઈએ. કોઈપણ વાતચીત વગર સમાધાન શોધી શકાય નહીં. મારૂ માનવું છે કે, નવા કૃષિ કાયદાઓમાં અનેક સુધારાની જરૂરત છે. કેન્દ્ર એમએસપી માટે લેખિતમાં આશ્વાસન આપવા માટે તૈયાર છે.”

એવું માનવામાં આવી રહ્યું છે કે, જેજેપી પર રાજ્યની ખટ્ટર સરકારે સમર્થન ખેંચવાનો દબાવ છે. તેના પર ચૌટાલાએ ગુરૂવારે કહ્યું કે, તેઓ પોતાની સહયોગી બીજેપી સાથે છે. સરકાર પર કોઈ પ્રેશર નથી.

Leave a Reply

Your email address will not be published.