
સરકાર તમામ ધારાસભ્યો અને સાંસદોને ગ્રાન્ટ આપેછે જેમાંથી ધારાસભ્યો અને સાંસદો પોતાના મત વિસ્તારમાં નાનામોટા કામો કરે છે પ્રજાલક્ષી કામો કરી પોતાની વાહ વાહ કરાવે છે ત્યારે અમદાવાદ પશ્ચિમના સાંસદ સભ્ય કિરીટ સોલંકીએ હાલમાં ચાલતા કોરોના વાયરસમાં પોતાનું યોગદાન આપ્યું છે શું યોગદાન આપ્યું અને કેટલું આપ્ય તે સાંબળી તમે પણ સ્તબ્દ્ધ થઇ જશો . કિરીટ સોલંકીએ પોતાની ગ્રાન્ટ માંથી 1 કરોડ રૂપિયાની જાહેરાત મેડિકલ સાધનો માટે કરી છે.કારણ કે હાલમાં કોરોના વાયરસ ચાલી રહ્યો છે સરકારની જવાબદારી છે રાજ્યના તમામ નાગરિકોને સારવાર આપવાની સરકાર અગાઉથી જ પ્રજા પાસેથી ટેક્સના નાણાં વસુલ કરી લે છે અને જે સરકાર હોઈ તે ધારાસભ્યો અને સાંસદોને ગ્રાન્ટ આપે તે સરકાર પોતાના ખિસ્સા માંથી નથી આપતી પરંતુ પ્રજા ના પૈસા છે અને પ્રજાના કામ માટે આપે છે તેમાંથી અમદાવાદ પશ્ચિમ ભાજપના સાંસદ કિરીટ સોલંકીએ કોરોના વાઇરસની સારવાર માટેના સાધનો ખરીદ કરવા સરકારની ગ્રાન્ટ માંથી સરકાર ને દાન કરી ને લોકો ની વાહવાહ મેળવી હતી.