/

બડગામથી ગુમ થયેલા પોલીસ કર્મીનો મૃતદેહ ખૂબ ખરાબ હાલતમાં મળી આવ્યો

બડગામમાં એક ગુમ થયેલા પોલીસ કર્મીનો મૃતદેહ ઝાડ પર લટકેલી હાલતમાં મળી આવ્યો હતો. જેમાં પોલીસ કર્મીના બન્ને હાથ પણ બાંધેલા હતાં. જે મામલે સ્થાનિક પોલીસે હત્યા અને અપહરણનો કેસ નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

આ તકે પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતુ કે જમ્મુ કાશ્મીર પોલીસમાં આઇઆરપીની 21મી વાહિનીનો એક કોન્સ્ટેબલ મોહમ્મદ અશરફ બુધવારની રાત્રે અચાનક ગાયબ થઇ ગયો હતો. તે બડગામ જિલ્લાના અરચંદ્રહામા મગમનો રહેવાસી હતો. છેલ્લા કેટલાક સમયથી તે ઉત્તરી કાશ્મીરના પરિહાસપોરા પટ્ટનમાં તૈનાત હતાં, તેના ગાયબ થતા જ કેટલીક જગ્યાએ તપાસ કરવામાં આવી હતી. જેમાં તપાસ હાથ ધરતા તેનો ફોન પણ સ્વિચ ઓફ હતો.

મગમથી થોડા અંતર પર બટપોરા કનિહામા ગામના સ્થાનિક લોકોએ એક યુવકનો મૃતદેહ ઝાડ પર લટકેલો જોયો હતો, જેની જાણ પોલીસને કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોચીને મૃતદેહને પોતાના કબ્જામાં લઇ લીધો હતો જેની ઓળખ પોલીસ કર્મીના રૂપે થઇ છે, તેના ચહેરા અને શરીરના વિવિધ ભાગમાં મારવાના નિશાન હતાં, તેમના બન્ને હાથ પણ પાછળ બાંધેલા હતા અને ગળામાં ફાંસીનો ફંદો લગાવેલો હતો.

પોલીસ અનુસાર, જે સ્થિતિમાં મૃતદેહ મળ્યો છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે મોહમ્મદ અશરફની હત્યા કર્યા પહેલા તેને મારવામાં આવ્યો છે. મૃતદેહના પોસ્ટમોર્ટમ બાદ તેમના પરિવારજનોને સોપવામાં આવ્યો છે.

સબંધિત પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે મોહમ્મદ અશરફની હત્યાને હલ કરવા માટે એસઆઇટીની રચના કરવામાં આવી છે. હત્યામાં આતંકીઓનો હાથ હોવાનો ઇનકાર નથી કરી શકાતો. પરંતુ અન્ય કેટલાક બિંદુઓને પણ ધ્યાનમાં રાખતા તપાસની દિશા વધારવામાં આવી રહી છે, તેના મોબાઇલ ફોનની કોલ ડિટેલ પણ જમા કરવામાં આવી રહી છે જેથી ખબર પડી શકે કે તેના મૃત્યુ પહેલા તેને કોની સાથે વાતચીત કરી હતી, તેની સાથે ગત કેટલાક દિવસથી કેટલા લોકો સંપર્કમાં હતાં, તેના પરિવારજનોની પણ પૂછપરછ કરવામાં આવી છે, પરંતુ અચાનક ગાયબ થવા અથવા તેની હત્યા સાથે જોડાયેલી કોઇ જાણકારી મળી શકી નથી.

Leave a Reply

Your email address will not be published.