/

વિધાનસભામાં મોટો ખુલાસો 2 વર્ષમાં બાળકોના મૃત્યુ દરમાં અધધધ. વધારો

ગાંધીનગર વિધાનસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યુ છે. જેમાં કોંગ્રેસની પાર્ટી સરકાર સામે અનેક સવાલોનાં જવાબ માંગી રહી છે. જેમાં અનેક વિષયોના જવાબ સરકારે લેખિતમાં આપ્યા છે. તેમજ અનેક વિષયો પર વિધાનસભાના સત્રમાં નવા-નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. જેમાં કોંગ્રેસે ગુજરાત રાજયમાં છેલ્લા ૨ વર્ષમાં થયેલા બાળકોના મૃત્યુદરનો રિપોર્ટ માંગયો હતો. જેથી સરકારે તેનો રિપોર્ટ આપ્યો હતો. કોંગ્રેસના એક ધારાસભ્યએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં ગુજરાત રાજ્ય સરકારે કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં સરકારી હોસ્પિટલમાં કુલ 71,774 બાળકોના જન્મ સામે કુલ 15013 નવજાત શિશુનાં મોત નીપજ્યા છે. જેમાં સૌથી વધારે નવજાત શિશુના મોત અમદાવાદની સરકારી હોસ્પિટલમાંથી થયા છે. 4322 બાળકોનાં મોત અમદાવાદની હોસ્પિટલમાંથી થયા છે.

આરોગ્ય ક્ષેત્રે અમદાવાદ જિલ્લાનો રિપોર્ટ ગંભીર જાણવા મળ્યું છે કે, અમદાવાદ જિલ્લાના બાળકો બીમારીથી પીડાઈ રહ્યા છે. 199 બાળકોને હ્દયની, 62 બાળકોને કિડનીની અને 45 બાળકોને કેન્સરની બીમારી છે. આ સિવાય ક્યારેક દવાના અભાવે તો ક્યારેક બીમારીને કારણે નવજાત શિશુના મોત થાય છે. જાન્યુઆરી મહિનામાં અમદાવાદ-રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કુલ 219 બાળકોનાં મોતનો રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું. બાળકોના મોત પાછળ કુપોષણ, જન્મજાત બીમારી, અધુરા મહિને જન્મ જવાબદાર છે. ગુજરાત રાજ્યમાં બાળમૃત્યુંનો દર વધતા અનેક પ્રશ્નો ઊઠી રહ્યા છે. સરકારી હોસ્પિટલમાં દવાની અછત છે કે ડૉક્ટરોની? એવો પ્રશ્ન વિપક્ષમાં ચર્ચાય છે. રાજ્યમાં આ રિપોર્ટ પરથી સરકારે આરોગ્ય ક્ષેત્રે ભરેલા પગલાંનો ખ્યાલ આવે છે. જેને લઈને વિપક્ષે અનેક પ્રશ્નો વિધાનસભામાં કર્યા છે.    

Leave a Reply

Your email address will not be published.