//

જામનગર-ખંભાળિયા હાઇવે પર પુલ પરથી કાર નીચે ખાબકી, બે મહિલાના મોત

ગુજરાતમાં હાલ દિવાળીના તહેવારને લઇને ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં બુધવારનો દિવસ ગોઝારા અકસ્માત દિવસ તરીકે પસાર થયો હતો. જેમાં રાજ્યમાં અલગ-અલગ અકસ્માતમાં 15થી વધારે લોકોના મોત નિપજ્યાં હતાં. ત્યારે આજે ગુરુવારે જામનગર-ખંભાળિયા હાઇવે પર પુલ પરથી કાર પડતાં 2 મહિલાના મોત નિપજ્યાં છે.

મળતી માહિતી મુજબ જામનગર-ખંભાળિયા હાઇવે પર મોડપર ગામના પાટિયા પાસે પુલ પરથી નદીમાં કાર પડતા ઘટનાસ્થળ પર જ 2 મહિલાના મોત નિપજ્યાં હતાં.

આ ઉપરાંત પિતા-પુત્ર સહિત ત્રણ વ્યક્તિને ઇજા પહોંચી છે. મકાનના વાસ્તુ પ્રસંગને લઇને પરિવાર જામનગર જઇ રહ્યો હતો. ત્યારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.