//

આ કાર જો તમે ખદીરશો તો માત્ર 2 કલાકમાં જ દિલ્હીથી પટના

જો કારની વાત કરવામાં આવે તો આ કાર ગોલીની સ્પીડ સાથે રસ્તા પર ફરે છે. આ કાર એ સ્પીડને લઇને તમામ રેકોર્ડ પોતાને નામે કરી લીધા છે. કારને જોઇને તમને પણ લેવાની ઇચ્છા થઇ જશે. તો ચાલો આ કાર વિશેની અન્ય માહિતી પણ લઇએ.

હકીકતમાં જૂના બધા રેકોર્ડને તોડતા SSC Tuatara કાર સૌથી સ્પીડથી ચાલનારી કાર છે. આ કાર એ 533 કિલોમીટર પ્રતિકલાકની સ્પીડ પર ચાલી નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. કારની સ્પીડ એટલી છે કે દિલ્હીથી પટના તમે માત્ર 2 કલાકમાં જ પહોંચી શકો છો.

SSC tuatara આવતાની સાથે જ તેને Bugatti chiron નો પણ રેકોર્ડ તોડ્યો છે. આ કાર કેટલાક વર્ષો પહેલા 490 પ્રતિ કલાકની સ્પીડ પર ચાલતી હતી.

મહત્વનું છે કે 10 ઓક્ટોબરના રોજ નોર્થ અમેરિકાએ લોસ વેગાસના રસ્તાઓ પર કારને સ્પીડના રેકોર્ડ માટે દોડાવવામાં આવી હતી. આ રેકોર્ડને કેપ્ચર કરવા માટે 15 સેટેલાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ કારનું કુલ વજન 1247 કિલોગ્રામ છે. હાલમાં કંપની માત્ર 100 કાર જ તૈયાર કરશે. જો કિમતની વાત કરવામાં આવે તો 1.6 મિલિયન ડોલર તેની કિંમત રાખવામાં આવી છે.

SSC Tuatara માં એક ક્વિન ટર્બો 5.9 લીટર V8 એન્જિનનો પ્રયોગ કરાયો છે. આ એન્જિન સાથે 7 સ્પીડ DCT ટ્રાંસમિશનનો વિકલ્પ આવે છે. કારની રેસના શોખિન લોકોની આ કાર સૌ પ્રથમ પસંદ છે.

Leave a Reply

Your email address will not be published.