///

કેન્દ્ર સરકારે વિદેશથી ભારત આવનારાઓ માટે નવી ગાઈડલાઈન કરી જાહેર

કેન્દ્ર સરકારે ગુરૂવારે વિદેશથી ભારત આવનારાઓ માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોવિડ 19ને પગલે વિદેશોથી આવનાર લોકો માટે નવા દિશા નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે, તમામ યાત્રીઓને નિર્ધારિત સમય કરતાં 72 કલાક પહેલાં સંબંધિત સ્વાસ્થ્ય કાઉન્ટર પર પહોંચવું પડશે. ઉપરાંત તેમને સંબંધિત વિમાન કંપનીના માધ્યમથી એક સ્વ-ઘોષણા પત્ર આપવું પડશે, જેથી તેમને યાત્રા કરવાની અનુમતિ મળી શકે. તો સાથે જ તે 14 દિવસ માટે પોતાના ઘરે અલગ રહીને અથવા પોતાની દેખરેખ માટે સરકારી નિર્દેશોનું પાલન કરવું પડશે.

આરટી-પીસીઆર તપાસમાં નેગેટિવ રિપોર્ટ વિના વિદેશથી આવનાર યાત્રી અને હોમ કોરોન્ટાઇનથી છૂટ લેવા માટે ઇચ્છુક યાત્રી હવાઇઅડ્ડા પર પણ આરટી-પીસીઆર તપાસ કરાવી શકે છે. આરટી-પીસીઆર તપાસ નેગેટિવ રિપોર્ટ વિના આવનાર અને એરપોર્ટ પર આરટી-પીસીઆર તપાસનો વિકલ્પ ન લેનાર વિદેશોથી આવેલા મુસાફરોને આવશ્યક રૂપથી સાત દિવસ માટે સંસ્થાગત કોરોન્ટાઇન અને સાત દિવસ હોમ કોરોન્ટાઇનનું પાલન કરવું પડશે.

સાથે જ જણાવવામાં આવ્યું છે કે, 10 વર્ષ અથવા ઓછી ઉંમરના બાળકો, ગર્ભવતી મહિલાઓ, પરિવારમાં કોઇનું મૃત્યું, માતા-પિતાની ગંભીર બિમારી જેવા કારણો માટે હોમ કોરોન્ટાઇનની અનુમતિ આપવામાં આવી શકે છે. નેગેટિવ આરટી-પીસીઆર તપાસ રિપોર્ટ આપવાની સાથે જ યાત્રી હોમ કોરોન્ટાઇનની છૂટ લઇ શકે છે. આ તપાસ યાત્રા શરૂ કરતાંના 72 કલાક પહેલાં જ કરાવવાની રહેશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, વિદેશોથી આવનાર મુસાફરોની તપાસમાં કોરોના સંક્રમણના લક્ષણ મળી આવતાં તે મુસાફરોને તાત્કાલિક સ્વાસ્થ્ય માપદંડો અનુસાર સારવારની સુવિધા પુરી પાડવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.