///

કોરોના વેક્સિનની આડઅસર પર કેન્દ્ર સરકારે આપ્યુ મોટું નિવેદન

એક વર્ષમાં જ કોરોનાની વેક્સિન આપણા દેશમાં તૈયાર થવા જઈ રહી છે. તેવામાં અનેક આશંકાઓ પણ જન્મ લઈ રહી છે. મંગળવારે સરકાર તરફથી એ મુદ્દે પણ સ્પષ્ટતા કરવામાં આવી કે વેક્સિનના પ્રતિકૂળ પ્રભાવની સંભાવનાથી ઈન્કાર કરી શકાય નહીં. કોરોના વેક્સીનેશન બાદ તેના પ્રતિકૂળ પ્રભાવો અને ઘટનાઓ સામે આવવા અંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે ચેતવણી આપતા કહ્યું કે આ પ્રકારનો પ્રતિકૂળ પ્રભાવ મુખ્ય રીતે વેક્સીનેશન બાદ બાળકો અને ગર્ભવતી મહિલાઓમાં જોવા મળ્યો છે. તેવામાં કોવિડ-19 વેક્સીનેશન શરૂ થયા બાદ પ્રતિકૂળ ઘટનાઓની સંભાવનાઓથી ઈન્કાર કરી શકાય નહીં.

દેશમાં બહુ જલદી કોરોનાનું વેક્સીનેશન અભિયાન મોટા પાયે શરૂ થવાનું છે. આ બધા વચ્ચે સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણના એક નિવેદને એક આશંકા પેદા કરી છે જેના કારણે લોકોમાં વેક્સિન માટે ખચકાટ પેદા થઈ શકે છે. તેઓએ એક સવાલના જવાબમાં કહ્યું કે જ્યારે મોટા પાયે વેક્સીનેશન અભિયાન ચલાવવામાં આવે તો કેટલાક લોકોમાં તેની ઉલ્ટી અસર પણ જોવા મળી શકે છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે કહ્યું કે “રસીકરણ બાદ કેટલીક ગડબડીઓ સામે આવવી એક ચિંતાજનક વિષય છે. જ્યારે આપણે વ્યાપક રસીકરણ અભિયાન કાર્યક્રમ ચલાવીએ છીએ જે દાયકાઓથી ચાલતું આવ્યું છે, તો રસી લગાવ્યા બાદ બાળકો અને ગર્ભવતી મહિલાઓમાં કેટલાક ઉલ્ટા પ્રભાવ જોવા મળી જાય છે.” તેઓએ વધુમાં કહ્યું કે જેથી આપણે કોવિડ 19 વિરુદ્ધ વેક્સીનેશન શરૂ થવા પર કેટલીક વિપરિત અસરની આશંકાઓને ફગાવી શકીએ નહીં. જે દેશોમાં વેક્સીનેશન શરૂ થઈ ગયુ છે, ખાસ કરીને યુકેમાં, ત્યાં પહેલા દિવસે જ ગડબડી સામે આવી હતી. જેથી જરૂરી છે કે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ તે માટે પણ તૈયાર રહે.

દેશમાં કોરોના વાયરસની સ્થિતિ અને વેક્સિનના ઈમરજન્સી અપ્રૂવલ અને તેના વિતરણની તૈયારીની હાલની પરિસ્થિતિ વિશે સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી હતી. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, ભારતમાં પ્રતિ 10 લાખ જનસંખ્યા પર કોરોના કેસની સંખ્યા દુનિયામાં સૌથી ઓછી છે. ભારતમાં પ્રતિ મિલિયન જનસંખ્યા પર 7,178 કેસ છે, વૈશ્વિક એવરેજ 9,000 છે. મંગળવારે પાંચ મહિનામાં સૌથી ઓછા કેસ સામે આવ્યા છે. કોરોના વેક્સિન લગાવવાની તૈયારીને લઈને રાજેશ ભૂષણે કહ્યું કે, 9,000 કોલ્ડ ચેન પોઈન્ટ, 240 વોક-ઇન કૂલર, 70 વોક-ઇન ફ્રીઝર, 45,000 આઇસ-લાઇનેટ રેફ્રિઝરેટર, 4,100 ડીપ ફ્રી જર્સ અને 300 સોલર રેફ્રિઝરેટરનો ઉપયોગ કરવામાં આવશે. આ બધા સાધનો રાજ્ય સરકાર સુધી પહોંચી ચુક્યા છે.

દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિ અને કોવિડ વેક્સિનની આપાત મંજૂરી અને તેના વિતરણની તૈયારી વિશે મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદ યોજી જાણકારી આપી હતી. ડો. વીકે પોલે કહ્યું કે, આ સપ્તાહે ડ્ર્ગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DRI)એ ભારતમાં વધુ એક કંપનીને રસીની ક્લીનિકલ ટ્રાયલ માટે મંજૂરી આપી છે. જેનોઆ કંપનીએ ભારત સરકારના અનુસંધાન એજન્સી ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેક્નોલોજીની મદદથી એક વેક્સિન વિકસિત કરી છે. તેમાં ઉપયોગ થનારી ટેકનીક ફાઇઝર વેક્સિન જેવી છે. આ સમયે દેશમાં કુલ છ વેક્સિન ક્લીનિકલ ટ્રાયલના સ્ટેજમાં છે.

Leave a Reply

Your email address will not be published.