////

કોરોના વેક્સિનને લઇને કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને આપ્યો આ મહત્વનો આદેશ

કોરોના વાયરસ મહામારી સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે વેક્સિનને લઇને તૈયારી ઝડપી કરી છે. કેન્દ્ર સરકારે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને સ્વાસ્થ્ય કર્મચારીઓની ઓળખ કરવા માટે કહ્યું છે જે વેક્સિનનો ઉપયોગ કરવા માટે રસીકરણના અભિયાનનો એક ભાગ હશે.

આ તકે કેન્દ્ર સરકાર તરફથી લખવામાં આવેલા પત્રમાં રાજ્યોને કહેવામાં આવ્યું છે કે, તે સ્વાસ્થ્ય કર્મચારીઓની પસંદગી કરવાનું શરૂ કરી દે. જેમાં ડૉક્ટર્સ, ફાર્મસિસ્ટ, MBBS અને BDS ઇન્ટર્ન, સ્ટાફ નર્સ, મિડવાઇફ અને અન્ય હેલ્થ વર્કર્સની પસંદગી કરવા માટે કહેવામાં આવ્યું છે જે વેક્સિન વિતરણમાં મહત્વની ભૂમિકા ભજવશે.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે, આ લોકોને ક્લિનિકલ ક્ષેત્રનો અનુભવ છે અને ઇન્જેક્શન લગાવવામાં આવા સ્વાસ્થ્ય કર્મચારીઓ જાણકાર છે. તેવામાં આ લોકોને કોરોના વેક્સિન આવવા પર લોકોને વેક્સિન લગાવવામાં તેમની મદદ લેવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની એડિશનલ સેક્રેટરી વંદના ગુરનાનીએ 23 નવેમ્બરે લખેલા પત્રમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે વેક્સિન આવવા પર સ્વાસ્થ્ય સેવાઓથી જોડાઇ રહેલા નિવૃત્ત લોકોની પણ મદદ લઇ શકાય છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓના જણાવ્યાં અનુસાર, વેક્સિન ઉપલબ્ધ થયા બાદ આ લોકો વચ્ચે વિશેષ કોવિડ-19 રસીકરણ અભિયાન હેઠળ વિતરણ કરવામાં આવશે. આ Universal Immunisation Programme(UPI)ને સમાંતર હશે. પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર સરકારે કોરોના વેક્સિનને લઇને તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ હેઠળ કોરોના રસીકરણ માટે સ્વાસ્થ્ય કર્મચારીઓના ડેટા પણ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. જેને કોવિડ-19 વેક્સિન ઇન્ટેલિજેન્સ નેટવર્ક પર અપલોડ કરવામાં આવશે.

પત્રમાં લખવામાં આવ્યું છે કે, તમને નમ્ર વિનંતી છે કે સંબંધિત અધિકારીઓને આદેશ આપે કે તેઓ COVIN સોફ્ટવેર પર અપલોડ માટે બનાવવામાં આવી રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓના ડેટાબેસમાં સંભવિત વૈક્સિનેટરોની ઓળખ નક્કી કરે. COVID-19 રસીકરણ માટે ઉપયોગ કરતા પહેલા સંભવિત વૈક્સિનેટરોને યોગ્ય તાલીમ આપવામાં આવશે.

સૂત્રોના જણાવ્યાં અનુસાર, ડૉક્ટર, MBBS વિદ્યાર્થીઓ, નર્સો અને આશા વર્કરો સહિત અંદાજિત 1 કરોડ હેલ્થકેર વર્કર્સની ઓળખ કરવામાં આવી છે જેમણે વેક્સિન ઉપલબ્ધ થવા પર આપવામાં આવશે.

આ પહેલા કોરોના મહામારી વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને રાહતના સમાચાર આપ્યા છે. તેમણે કહ્યું છે કે, વર્ષ 2021ની શરૂઆતના ત્રણ-ચાર મહિના દરમિયાન વેક્સિન આવી શકે છે. તેમણે કહ્યું કે, વર્ષના પહેલા ત્રણ ચાર મહિનાઓમાં બની શકે કે આપણે દેશના લોકોને કોરોના વેક્સિન આપી શકીએ.

Leave a Reply

Your email address will not be published.