///

જૂન-2021 સુધીમાં 50થી 60 લાખ નવી નોકરીઓ ઉભી કરવાનું કેન્દ્ર સરકારનું લક્ષ્ય

કેન્દ્ર સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત રોજગાર યોજના અંતર્ગત 50 થી 60 લાખ રોજગાર ફોર્મલ સેક્ટરમાં ઉભા કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે. ત્યારે આ માટે કંપનીઓને આર્થિક સહાય પૂરી પાડવાની જાહેરાત પણ કરવામાં આવી છે. આ અંગે શ્રમ અને રોજગાર મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે, અમે આગામી જૂન સુધી 50-60 લાખ નોકરીઓ ઉભી કરાવાના લક્ષ્યાંક રાખી રહ્યાં છીએ. EPFOના આંકડાથી જાણી શકાય છે કે, મહામારીના શરૂઆતના મહિનાઓમાં 20 લાખ લોકોએ નોકરીઓ ગુમાવી હતી.

આ ઉપરાંત તેમણે બિઝનેશ સ્ટાન્ડર્ડને લઈને કહ્યું કે, ખાનગી કંપનીઓને નવી ભરતી માટે કર્મચારી ભવિષ્ય નિધિ સબસિડી મેળવવા માટે આ વર્ષે જૂન 2021 સુધી દર મહિને પોતાના કર્મચારીઓની સંખ્યામાં વધારો કરવાનો રહેશે. આ સબસિડીનો લાભ મેળવવા માટે એમ્પ્લોયરે ઓછામાં ઓછા બે કર્મચારીઓની ભરતી કરવાની રહેશે. સાથે જ જો કોઈ ફર્મ એક મહિનામાં ઓછામાં ઓછા 5 લોકોને રોજગાર નથી આપી શકતી, તો તેને તે મહિનાની સબસિડી મળવાપાત્ર રહેશે નહીં. અમે ત્યાં સુધી સહાય આપતા રહીશું, જ્યાં સુધી ન્યૂનતમ સીમા ફરીથી મળી ન જાય.

તો સરકાર જલ્દી ARBY યોજનાને નોટિફાઈડ કર્યાં પહેલા કેન્દ્રીયપ્રધાન મંડળની મંજૂરી લેશે. હજુ કંપની અને કર્મચારીઓને EPFO અંતર્ગત પગારના 12-12 ટકા આપવાના હોય છે. પરંતુ સરકાર 1 હજાર કર્મચારીઓવાળી કંપનીઓ માટે એમ્પ્લોયર અને કર્મચારી બન્નેને હિસ્સો આપશે. જેનાથી ખાનગી કંપનીઓને પણ મદદ મળશે. જ્યારે 1000થી વધુ કર્મચારીઓ ધરાવતી કંપનીઓના કેસમાં માત્ર કર્મચારીનો જ હિસ્સો આપશે.

Leave a Reply

Your email address will not be published.