//

કોરોનાનો કહેર બેકાબૂ બની જતા કેન્દ્રની ટીમ ગુજરાત આવશે

રાજ્યમાં દિવાળી બાદ કોરોનાનો જાણે કે રાફડો ફાટ્યો તેવું જણાઈ રહ્યું છે. દિવાળીની ઉજવણી માટે બહાર નીકળેલા લોકોએ ફરીથી કોરોનાનું સંક્રમણ વધાર્યું છે. તો બીજી તરફ ઠંડીના મોસમને પગલે કોરોનાનો કેસમાં વધારો નોંધાયો છે. ત્યારે રાજ્યમાં કોરોનાનો કહેર બેકાબૂ બની જતા કેન્દ્રની ટીમ ગુજરાત આવશે.

રાજ્યમાં દિલ્હીથી ત્રણ તબીબોની ટીમ કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરવા માટે આવશે. આ અંગે સ્વાસ્થય મંત્રાલયે જણાવ્યું કે, આ ટીમ કોવિડના કેસ તેમજ તેને રોકવા માટે, ટેસ્ટીંગ, સંક્રમણ રોકવા તથા તેના ઉપાયોના મામલે તપાસ કરશે.

નોંધનીય છે કે, ગુજરાત હાઇકોર્ટમાં કોરોનાએ પગપેસારો કર્યો છે. જેમાં ગુજરાત હાઇકોર્ટના ત્રણ જજ કોરોના સંક્રમિત થયા છે. જેમાં જસ્ટિસ એસી રાવ, જસ્ટિસ જી.આર ઉધવાણી અને જસ્ટિસ આર.એમ સરીન કોરોના સંક્રમિત થયા છે. જોકે આ અગાઈ પણ હાઈકોર્ટેના રજિસ્ટ્રી વિભાગના અનેક કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે.

તો બીજી બાજુ સુરતમાં ફરી એક વખત કોરોનાએ માથું ઉચક્યું છે. જેમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે શહેરમાં ફાયરના ઓફિસરો દ્વારા લાઉડસ્પીકર મૂકી લોકોને તકેદારી રાખવા સૂચન કરવામાં આવી રહ્યું છે. સાથે જ કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવા સરકારી કર્મચારીઓ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસનો કુલ આંકડો અંદાજે 2900ને પણ પાર પહોંચી ગયો છે, આમ છતાં પણ લોકોમાં કોરોના પ્રત્યે ગંભીરતાનો‌ અભાવ જોવા મળ્યો છે. ત્યારે કારોનો વાઈરસની ગાઈડલાઈનનું પાલન કરવાની અપીલ કરાઈ રહી છે. લોકોને સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક પહેરવાની અપીલ અવારનાવાર કરવામાં આવી રહી છે. તેમ છતા લોકોમાં કોરોનાને લઈને ગંભીરતાનો અભાવ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.