////

GOOD NEWS : આગામી બે સપ્તાહમાં કોવીશીલ્ડના ઈમરજન્સી ઉપયોગ માટે અરજી કરીશું- CEO સીરમ ઈન્સ્ટીટ્યૂટ

વડાપ્રધાન મોદીએ આજે શનિવારે ગુજરાત, હૈદરાબાદ સહિત પુણે ખાતે વેક્સિનનું નિરિક્ષણ કર્યુ હતું. આ તકે દેશ માટે કોરોના વેક્સિનને લઈને સારા સમાચાર સામે આવ્યાં છે.

વડાપ્રધાન મોદીએ શનિવારે અમદાવાદ, હૈદરાબાદ અને પુણે ખાતે બની રહેલી વેક્સિનનું નિરિક્ષણ કર્યું હતું. મોદીના વેક્સિન ટૂર બાદ પુણે સ્થિતિ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ના CEO અદર પૂનાવાલાએ વેક્સિનની તૈયારી વિશે જણાવ્યું હતું. તેઓએ કહ્યું હતું કે આગામી બે સપ્તાહમાં કોવીશીલ્ડના ઈમરજન્સી ઉપયોગની પરવાનગી માટે અમે અરજી કરીશું.

ઉલ્લેખનિય છે કે દેશમાં પાંચ વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. જેમાં પુણે સ્થિત SII કોવીશીલ્ડ બનાવી રહ્યું છે. કોવીશીલ્ડને ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને ફાર્મા કંપની એસ્ટ્રાજેનેકા સાથે મળીને બનાવી રહી છે. આ વેક્સિન ભારતમાં અંતિમ તબક્કાના ટ્રાયલમાં છે.

વડાપ્રધાન મોદીના વેક્સિનના નિરિક્ષણ બાદ સિરન ઇન્સ્ટિટ્યૂટના CEO પૂનાવાલાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે અમે આત્મનિર્ભર ભારતને ધ્યાનમાં રાખીને કામ કર્યું છે. વેક્સિના ત્રીજા તબક્કાના ટ્રાયલ પર સવાલને લઈને પૂનાવાલાએ કહ્યું હતું કે અમે હજુ પ્રોસેસમાં છીએ. પ્રધાનમંત્રીને પણ વેક્સિન અને પ્રોડક્શન વિશે ઘણી જાણકારી છે. આગામી સમયમાં અમારી સામે રેગ્યુલેટરી જેવી ચેલેન્જ હશે.

Leave a Reply

Your email address will not be published.