////

ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ બ્રિટનના PM બોરિસ જોનસન હશે

ગણતંત્ર દિવસ-2021માં મુખ્ય અતિથિ તરીકે ભારતના નિમંત્રણને બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન દ્વારા સ્વીકારી લેવામાં આવ્યું છે. ત્યારે બ્રિટનના વિદેશ પ્રધાન ડોમિનિક રાબે મંગળવારે આ જાણકારી આપી છે.

આ જાહેરાત બાદ રાબે તે પણ જણાવ્યું કે, બ્રિટન દેશની સાથે પોતાના આર્થિક સંબંધોને મજબૂત બનાવવાની ઈચ્છા રાખે છે. હકીકતમાં આજે વિદેશ પ્રધાન એસ. જયશંકર અને ડોમિનિક રાબની વચ્ચે એક બેઠક યોજાઈ છે. બેઠક બાદ વિદેશપ્રધાન એસ જયશંકરે કહ્યું કે, આતંક અને કટ્ટરવાદના પડકારોના મુદ્દા પર અમે ચર્ચા કરી જે બંન્ને દેશો માટે મહત્વની છે. અમે અફઘાનિસ્તાન, ખાડી તથા હિંદ પ્રશાંત ક્ષેત્રની સ્થિતિ પર ચર્ચા કરી છે.

આ ઉપરાંત વિદેશ સચિવ ડોમિનિક રાબે કહ્યું કે, મને તે વાતની ખુશી છે કે, વડાપ્રધાન બોરિસ જોનસને આગામી વર્ષે યોજાનાર G7 સમિટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું છે. બ્રિટનના વડાપ્રધાન જોનસને પણ ભારત તરફથી ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિના નિમંત્રણનો સ્વીકાર કરી લીધો છે.

Leave a Reply

Your email address will not be published.