//

આ વિકેન્ડ કર્ફ્યૂ છે, ગુજરાતમાં કોઈ લોકડાઉન નહીં થાય : મુખ્યપ્રધાન

ગુજરાતમાં લોકડાઉન મુદ્દે મુખ્યપ્રધાન રૂપાણીએ જણાવ્યું કે, આ વીક એન્ડ લોકડાઉન છે. ગુજરાતમાં હવે કોઈ લોકડાઉન નહીં થાય. માસ્ક નહીં પહેરનારા તમામને દંડ ફટકારવામાં આવશે. અફવાઓથી સાવધાન રહો. હાલ કર્ફ્યૂ માત્ર અમદાવાદ પૂરતો જ છે. આ ઉપરાંત શાળાઓ ખોલવાનો નિર્ણય હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે.

ઉલ્લેખનિય છે કે ડો.રાજીવ ગુપ્તાએ ગઇકાલે ટ્વીટમાં જણાવ્યું હતું કે, શહેરમાં કોરોના વધુ ન ફેલાય તે માટે આગમચેતીના પગલા લેવાની જરૂર છે. તેથી સોમવાર રાત્રે 9 કલાકથી સવારે 6 કલાક સુધી કર્ફ્યૂ રહેશે. નોંધનીય છે કે 1લી ઓગસ્ટે અમદાવાદમાંથી કરફ્યૂ હટાવવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.