ચાયનીઝ પિચકારી અને કલરે માઝા મૂકી

સમગ્ર દુનિયા કોરોના વાયરસના કકળાટ થી ત્રાહિમામ પોકારી ગઈ છે ત્યારે બજારમાં જૂનો સ્ટોક રંગ અને પિચકારીનો બજારમાં વહેંચાઈ રહ્યો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે કોરોનાના કહેરના કારણે સરકાર પણ સતર્ક બની છે અને કોરોના ના કહેરથી બચવા એડી ચોંટીનુ જોર લગાવે છે ત્યારે બજારમાં વ્હેંચાતા ચાઈનીઝ રંગ અને કલર આરોગ્ય માટે જોખમી સાબિત થવાની સંભાવનાઓ છે ચાઈનીઝ વસ્તુ હાલ બજારમાં ખુલ્લે આમ વહેંચાય રહી છે સરકાર એક તરફ ચાઈનીઝ વસ્તુ થી દૂર રહેવાની વાતો કરે છે ત્યારે અંધેર નગરીમાં ગંડુ રાજા જેવી સ્થિતિ છે બજારમાં ગત વશનો જૂનો અને કેમિકલ વાળો કલર લોકોના આરોગ્ય પર જોખમી બનવાની પુરી શક્યતા છે પરંતુ સરકારના કેટલાક વિભાગો કે જેની જવાબદારી છે તે અધિકારીઓ માત્ર દરોડાના નામે ચેકની કરી નજીવો દંડ કરી સંતોષ માને છે ખરેખર હોળી અને ધુળેટીના તહેવારને કલાકો બાકી છે ત્યારે સરકાર જાગે અને બજારમાં વહેચાતા કલર અને પિચકારીના જથ્થાનો નાશ કરે જેથી લોકોનું સ્વાસ્થ્યના બગડે અને કોરોના જેવા વાયરસથી મુક્તિ મળે બજારમાં મળતા કલર અને પિચકારી ક્યારે આવ્યા કેવી રીતે બજારમાં પહોંચ્યા ગત વર્ષનો જ સ્ટોક છે કે તાજેતરનો સ્ટોક છે તેની પણ સરકારી વિભાગોએ જીંવત ભરી તપાસ કરી પગલાં ભરવા જોઈએ તેવી લોકોની માંગ છે 

Leave a Reply

Your email address will not be published.