/

માઉન્ટ આબુ ઠંડુગાર, કાશ્મીરનો પારો માઇનસ ડીગ્રીએ પહોંચ્યોં

ઉત્તરીય હવાની હિલચાલથી હિલસ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીની અસર જોવા મળી છે. સોમવારે મિનિમમ ટેમ્પરેચર 1 ડીગ્રીથી વધીને 2 ડિગ્રી પર પહોંચ્યું હતું. જોકે ઠંડીથી રાહત મળી નથી. મેક્સિમમ ટેમ્પરેચર 25 ડીગ્રી નોંધાયું છે.

સોમવારે સવારે લાંબા સમય સુધી ધુમ્મસ જોવા મળ્યું હતું. વધારે પ્રમાણમાં ઠંડીના પગલે શહેરમાં રહેલા ઝાડ, નક્કી તળાવમાં ઊભી રહેલી હોડી અને રસ્તાઓ પર ઊભી રહેલી કાર પર બરફ જામી ગયો હતો. ગુરુશિખર, ઓરિયા અને અચલગઢ વિસ્તારોમાં પણ સવારે ઝાકળનાં ટીપાં બરફ બની ગયાં હતાં.

બીજી તરફ, કાશ્મીરમાં તાપમાન માઈનસમાં જતું રહ્યું હતું. જેમાં ગુલમર્ગ સૌથી ઠંડું રહ્યું, જ્યાં પારો માઈનસ ડીગ્રીએ પહોંચી ગયો છે. શ્રીનગરમાં તાપમાન -1.3 ડીગ્રી, પહલગામમાં -2.3 ડીગ્રી, કુપવાડમાં -1.3 ડીગ્રી, કાજીગુંડમાં -0.3 ડીગ્રી અને કોકરનાગમાં 0.2 ડીગ્રી અને કોકરનાગમાં 0.2 ડીગ્રી નોંધાયું હતું.

Leave a Reply

Your email address will not be published.