//

પીરાણા આગ દુર્ઘટનામાં અનાથ થયેલા બાળકોને કલેક્ટરે ચેક અર્પણ કર્યા

અમદાવાદના પીરાણા ખાતે આગ દુર્ઘટનામાં દંપતી મથુરભાઇ ચાવડા અને તેના પત્ની અંજલિનાબેન ચાવડા મૃત્યુ પામ્યા હતાં. જેથી ચાવડા પરિવારનો 8 વર્ષનો દીકરો એલેક્સ અને 13 વર્ષની દીકરી પ્રેઝી અનાથ બન્યા હતાં.

આ ઘટના બાદ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ હતભાગી નાગરિકોના વારસદારોને આર્થિક સહાયની જાહેરાત કરી હતી. જે અન્વયે મૃતક દીઠ રૂપિયા 4 લાખ એમ કુલ 8 લાખની રકમ કલેકટર દ્વારા સગીર વારસદારોને રૂબરૂ મળી રકમનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત કલેકટર દ્વારા મણીનગર મામલતદારને ઉક્ત બંન્ને વારસદારો સગીર હોવાથી સહાયની રકમ ફિક્સ ડિપોઝિટ કરવા તથા બાળકો પુખ્ત વયના થાય ત્યારે તેઓ આ રકમ મેળવી શકે તે મુજબની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી હતી. આ સાથે જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બંન્ને બાળકોને પાલક માતા-પિતા યોજના અન્વયે માસિક રૂપિયા 3 હજારની સહાય મંજુરીના હુકમ પણ એનાયત કરવામાં આવ્યા હતાં.

આ પ્રસંગે અમદાવાદ કલેક્ટર સંદીપ સાગલે જણાવ્યું હતું કે, પાલક માતા-પિતા યોજના થકી મળતી આર્થિક સહાય બંન્ને બાળકોના શિક્ષણ ખર્ચમાં મદદરૂપ થશે. હું બન્ને બાળકોની ઉજ્જવળ કારકિર્દી અને ભવિષ્યની કામના કરું છું.

Leave a Reply

Your email address will not be published.