/

રાજકોટની રંગ બજાર દેખાઈ રહી છે બે રંગ, ખરીદારો વગર બે રંગ બની રંગ બજાર

ધુળેટીના તહેવારને આડે હવે બસ ગણતરીના બે દિવસ જ બાકી રહ્યા છે. પરંતુ રાજકોટની રંગ બજાર હાલ બે રંગ લાગી રહી છે. દર વર્ષે ધૂળેટીના બે દિવસ અગાઉ રાજકોટની રંગ બજારમાં હૈયું દળાઈ તે પ્રકારે રંગ તેમજ પિચકારી ખરીદનારાઓની ભીડ જામતી હોય છે. પરંતુ આ વર્ષે ખરીદનારાઓ પણ ઓછા છે તો બીજી તરફ વેપારીઓ પણ કહી રહ્યા છે કે દર વર્ષ કરતા આ વખતે તેમની પાસે પિચકારી સહિતની વેરાઇટીઓ પણ ઓછી આવી છે.

રંગ વગરની જિંદગી ખૂબ જ બે રંગ લાગતી હોય છે. જે આપણે સૌ કોઈ જાણીએ છીએ દરેક વ્યક્તિના જીવનમાં રંગો અને ખૂબ જ મહત્વ રહેલું છે. તેમજ દરેક રંગના ગર્ભમાં છુપાયેલો હોય છે એક સંદેશ. ત્યારે હાલ રાજકોટની રંગ બજારમાં રંગો તો વહેંચાઈ રહ્યા છે. પરંતુ તે રંગોને ખરીદનારાની સંખ્યા ખૂબ જ ઓછી જણાઈ રહી છે. કારણકે આ વર્ષે કોરોના વાઇરસ નો ભય સૌ કોઈને સતાવી રહ્યો છે. જેના કારણે પણ લોકો એ તિલક હોળી ઉજવવાનુ નક્કી કર્યું છે.

વેપારીઓ એ જણાવ્યું હતું કે, છેલ્લા બે મહિનાથી કોરોના વાઇરસનો કહેર ચાઇનામાં વર્તાઈ રહ્યો છે. જેના કારણે આ વર્ષે ચાઇનાથી મોટા પ્રમાણ માં જે દર વર્ષે અવનવી પિચકારીની વેરાયટી ઓ આવતી હોય છે તે નથી આવી. તો બીજી તરફ છેલ્લા દોઢ મહિનાથી દિલ્હીના કેટલાક વિસ્તારોમાં જે દંગા થઈ રહ્યા છે તેના કારણે પણ ભારતીય બનાવટની પિચકારીઓ નથી આવી. જેના કારણે બજારમાં લોકો માટે ખાસ આકર્ષણ ઉભુ નથી રહ્યું

ખરેખર કોઈકે સાચું જ કહ્યું છે કે बेरंग सी जिंदगी जीने में मजा काहे का आता है मजा तो जिंदगी में तब आता है जब जिंदगी रंग बिरंगी खुशियों की चहल-पहल से भरी हो.

Leave a Reply

Your email address will not be published.