/

રંગીલું રાજકોટ બની રહ્યું છે ગુનાખોરીનું હબ જાણો કઈ રીતે

રંગીલુ ગણાતું એવું રાજકોટ શહેર ફરી એક વખત ગુનાખોરીનો હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે ચોરી લૂંટફાટ હત્યા અને દુષ્કર્મના બનાવો સામાન્ય બની ગયા હોય તેમ એક બાદ એક પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હત્યાના પ્રયાસ ચોરી લૂંટફાટ સહિતના ગુનાઓમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસનો ખૌફ ન હોય તેમ આરોપીઓ ગુનાને અંજામ આપે છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પિતા-પુત્ર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. હત્યાના પ્રયાસ ચોરી અને લૂંટફાટના ગુનામાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સીસીટીવી થી બચવા મુખ્યત્વે શહેરના સીમાડા વિસ્તારમાં ગુનાઓને અંજામ આપતા હતા.

રાજકોટ શહેરના રોડ ઉપર તાજેતરમાં જ એક મંદિરમાં ઘુસી મહંતને માર મારી લૂંટ ચલાવવામાં આવી હતી. તો સાથે જ શહેરના કુવાડવા રોડ ઉપર શોરૂમમાંથી ચોરીનો બનાવ પણ સામે આવ્યો હતો. તેમજ કાગડદી પાસે વાડીમાં ઘુસી પ્રૌઢ ઉપર જીવલેણ હુમલો કરવાનો બનાવ પણ સામે આવ્યો હતો. આમ આ તમામ ગુનાઓ ને અંજામ એક જ ટોળકી દ્વારા અપાયા હોવાનુ સામે આવ્યું હતું. ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુદી જુદી ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટ્રાન્સપોર્ટનગર માં આવેલ ઝૂંપડપટ્ટીમાં રહેતા અજિત ભીખાભાઇ જાખણીયા તેમજ તેના પિતા ભીખાભાઇ નાનજીભાઈ જાખણીયા અને ગોપાલ જેસાભાઇ સાડમીયાની પૂછપરછ કરતાં તેમને જુદા જુદા ૧૭ ગુનાઓ ને અંજામ આપ્યા હોવાની કબૂલાત આપી છે.

શું હતી આરોપીઓની મોડસ ઓપરેન્ડી

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે જે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે તે પૈકી અજીત અને ભીખાભાઈ બને સંબંધમાં પિતા-પુત્ર છે જેવો શહેરના કુવાડવા રોડ પર આવેલ ટ્રાન્સપોર્ટ નગર માં ભંગાર વેચવા ના ધંધા સાથે જોડાયેલા છે. જેના કારણે ભંગાર વહેંચતા વહેંચતા તેઓ રેકી કરતા હતા. જે બાદ મોટા ભાગે રાત્રિના સમયે તેઓ ગુનાને અંજામ આપતા હતા

હાલ ક્રાઈમ બ્રાન્ચે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી તેમને કોર્ટમાં રિમાન્ડ અર્થે રજુ કર્યા છે ત્યારે રિમાન્ડ દરમિયાન આરોપીઓ પાસેથી વધુ ગૂનાની કબૂલાત પણ લેવામાં આવશે તો સાથોસાથ તેમને ભૂતકાળમાં ચોરી કરેલ મુદ્દામાલ પણ કબજે કરવામાં આવશે

Leave a Reply

Your email address will not be published.