કોમેડિયન કૃણાલ કામરાએ સુપ્રીમ કોર્ટના કથિત અવમાનના કેસમાં માફી માંગવાનો ઇનકાર કર્યો છે. કામરા દ્વારા કરવામાં આવેલા અનેક ટ્વીટ્સ પર એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલ સુપ્રીમ કોર્ટમાં અવમાનનાની કાર્યવાહી કરવાની સહમતિ આપી દીધી છે.
એટર્ની જનરલે કામરાના ટ્વીટને વાંધાજનક અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો દુરુપયોગ ગણાવ્યું હતું. જેને લઈને હવે આ હાસ્ય કલાકાર એ ફરી એક વાર ટ્વીટ કરીને પોતાનો પક્ષ મૂક્યો છે.
Attorney General KK Venugopal grants consent for initiating criminal contempt against stand up comedian Kunal Kamra (in file photo), for his alleged derogatory tweets against a Supreme Court judge. pic.twitter.com/KNLNEp2Nhw
— ANI (@ANI) November 12, 2020
કામરાએ ટ્વિટમાં કે.કે. વેણુગોપાલ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને સંબોધન કરતાં લખ્યું છે કે તેમની તાજેતરની ટ્વીટને કોર્ટનું અપમાન માનવામાં આવે છે. જોકે તેમનું ટ્વીટ, ‘પ્રાઇમ ટાઇમ લાઉડ સ્પીકરની તરફેણમાં સુપ્રીમ કોર્ટના પક્ષપાતી નિર્ણય અંગે તેમનો અભિપ્રાય હતો.’ કામરાએ કહ્યું કે તેઓ ન માફી માંગશે, ન તો તેઓ હિમાયત કરશે.
No lawyers, No apology, No fine, No waste of space 🙏🙏🙏 pic.twitter.com/B1U7dkVB1W
— Kunal Kamra (@kunalkamra88) November 13, 2020
હકીકતમાં, કામરાના પાછલા દિવસોની કેટલીક ટ્વિટ પર, શ્રીરંગ કટનેશવારકરે અવમાનના કાર્યવાહી માટે એક પત્ર અરજી મોકલી હતી. આ અંગે વિચાર કર્યા પછી, એટર્ની જનરલ પગલા લેવા સહમત થયા. એટર્ની જનરલ વેણુગોપાલે કહ્યું કે કૃણાલ કામરા દ્વારા કરવામાં આવેલું ટ્વીટ અત્યંત વાંધાજનક છે અને આવા કિસ્સામાં તેમની સામે અવમાનની કાર્યવાહી શરૂ કરી શકાય છે.
તેમણે કહ્યું કે આજકાલ જોવા મળી રહ્યું છે કે લોકો સુપ્રીમ કોર્ટની સીધી નિંદા કરી રહ્યા છે. લોકો સમજે છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે, તે સુપ્રીમ કોર્ટ અને તેના ન્યાયાધીશોની સીધી નિંદા કરી શકે છે. શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં કથિત વાંધાજનક ટ્વીટ કેસમાં કામરા સામે ગુનાહિત અવમાનની કાર્યવાહી શરૂ કરવા માટે એક અરજી કરવામાં આવી હતી.
ઉલ્લેખનિય છે કે ટ્વીટમાં કૃણાલ કામરાએ સુપ્રીમ કોર્ટ અને તેના ન્યાયમૂર્તિઓ પર નિશાન સાધ્યું હતું.