///

PUBG ગેમને લઈને કંપનીએ કરી આ મોટી વાત….

દેશમાં પબજી દરેક યુવામાં એક સૌથી શાનદાર વીડિયો ગેમ બની ગઈ છે. આ આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બાળકોને અભ્યાસમાં થઈ રહેલા નુકસાનથી માહિતગાર છે. ત્યારે પબજીને લઈને વધુ એક ખરાબ સમાચાર આવી રહ્યાં છે. જેમાં પબજી પોતાનો કારોબાર ભારતમાંથી સમેટી રહી છે. ત્યારે મહત્વનું છે કે, ભારતમાં પબજી બેન થવા છતાં પહેલાથી ડાઉનલોડ ગેમમાં કોઈ અસર પડી નથી. હજુ પણ યૂઝર્સ કોઈ મુશ્કેલી વગર ગેમને એક્સેસ કરી રહ્યાં છે.

આ જાહેરાત પબજીએ પોતાના સત્તાવાર ફેસબુક પેજથી કરી છે કે, 30 નવેમ્બરથી ભારતના પ્લેયર્સોને એક્સેસ મળવાનું બંધ થઈ જશે. એટલે કે પહેલાથી ડાઉનલોડ ગેમ પણ હવે રમી શકાશે નહીં. જાહેરાત પ્રમાણે Tencent Games પબજી મોબાઇલ નોર્ડિક મેપઃ લિવિક અને પબજી મોબાઇલ લાઇટ બંન્નેના ભારતીય યૂઝરો માટે બધી સર્વિસ અને એક્સેસને સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત-ચીન સરહદ વિવાદ બાદ કેન્દ્ર સરકારે મોટી કાર્યવાહી કરતા ચીની એપ્સને દેશમાં બેન કરી દેવામાં આવી હતી. પબજી પણ આ કારણે ભારતમાં બેન થઈ છે. અત્યાર સુધી PUBG Mobile અને PUBG Mobile Liteને માત્ર ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી હટાવવામાં આવી હતી. પરંતુ હવે પબજી આ ગેમને સર્વર લેવલ પર બંધ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published.