દેશમાં અનેક એવી એજન્સીઓ છે, જે પોતાના ઘરમાં સાફ-સફાઈ કરવા માટે સફાઈ કર્મચારી પૂરા પાડવાનું કામ કરે છે. ત્યારે આ બધામાંથી કેટલીક એજન્સીઓ એવી છે જે અજીબ ઓફર આપવાના કારણે ચર્ચામાં છે. ત્યારે ઈંગ્લેન્ડના પ્લાઈમાઉથ સ્થિત ધી નેકેડ ક્લિનિંગ કંપની લોકોને ઘરમાં કામ કરવા માટે ટૉપલેસ અને નેકેડ ક્લિનર્સ પૂરા પાડી રહી છે.
ધી નેકેડ ક્લિનિંગ કંપનીના ડિરેક્ટર નિક્કી બેલ્ટન અને લિએન વુલમેન છે. ત્યારે નિક્કીનું કહેવું છે કે, હાલ અમારી કંપની બ્રિટનમાં જ સક્રિય છે. જો કે ટૂંક સમયમાં જ અમારી ફ્રેન્ચાઈઝી સમગ્ર વિશ્વ સુધી પહોંચ બનાવશે. હું શરૂઆતથી જ આ પ્રકારના કોઈ બિઝનેસમાં હાથ અજમાવવા માંગતી હતી. જેને ફ્રેન્ચાઈઝીને હું સતત વિશ્વમાં પ્રસારતી રહ્યું. હવે અમારી પાસે ફ્રેન્ચાઈઝી મૉડલ છે અને અમને આશા છે કે, અમે ટૂંક સમયમાં અમારી આ સર્વિસને અમેરિકા, કેનેડા, નેધરલેન્ડ અને ઑસ્ટ્રેલિયામાં શરૂ કરી શકીએ છીએ.
ઉપરાંત નિક્કીનું કહેવું છે કે, ધી નેકેડ ક્લિનિંગ કંપનીને લઈને વિશ્વભરના લોકોમાં ઉત્સુક્તા છે. જેમાં દુબઈ પણ સામેલ છે. અમે સફાઈ કર્મચારી અન ક્લાઈન્ટ બન્ને માટે એક સુરક્ષિત બુકિંગ સિસ્ટમ ઉપલબ્ધ કરાવીશું. લૉકડાઉન બાદ અમારી સર્વિસની ડિમાન્ડ વધશે. આગામી વર્ષે સમગ્ર વિશ્વમાં અમે પ્રચાર કરીશું. અમે આશા રાખીએ છીએ કે, અમારી સર્વિસથી મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન મળશે. અમે અમારી તમામ ફ્રેન્ચાઈઝી અને ટીમને આ માટે પ્રોપર ટ્રેનિંગ આપીશું.
જોકે સોશિયલ મીડિયા પર આ સર્વિસ પૂરી પાડનાર કંપનીના ડિરેક્ટર નિક્કી બેલ્ટન અને તેની સહયોગીને ટ્રોલ કરવામાં આવી રહી છે. આ અંગે નિક્કિનું કહેવું છે કે, હંમેશા લોકોને તમારી પ્રગતિની ઈર્ષ્યા થાય છે. તેનાથી ડરવાની કોઈ જરૂર નથી. મારુ માનવું છે કે, એક મહિલા જ બીજી મહિલાને સશક્ત બનાવી શકે છે. આથી અમે આ સર્વિસ શરૂ કરી છે.