///

અમદાવાદ સિવિલ હોસ્પિટલની સ્થિતિ વણસી, ડૉક્ટર્સ પણ કોરોનાની ઝપેટમાં

રાજ્યમાં કોરોનાની સ્થિતિ વણસી છે. સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની આવવાની સંખ્યા પણ વધી છે. હવે તો સિનિયર ડોક્ટર્સ પણ કોરોનાની ઝપેટમાં આવ્યાં છે.

શહેરની સિવિલ હોસ્પિટલમાં કોરોના સંક્રમણના કેસમાં ધરખમ વધારો થયો છે. સિવિલમાં ગઈકાલે 116 ગંભીર દર્દીઓ આવ્યા હતાં. જ્યારે હાલ તો સિવિલના સિનિયર ડોકટર પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. કોવિડની મુખ્ય જવાબદારી નિભાવતા ડોકટર સંક્રમિત થયા છે.

અમદાવાદ સિવિલના સિનિયર ડોક્ટર નર્સિંગ સુપરિન્ટેન્ડેન્ટ બી.કે.પ્રજાપતિ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. મેડિસિન વિભાગના વડા ડૉ.કમલેશ ઉપાધ્યાય અને તેમના પત્ની પણ સંક્રમિત થયા હતાં. પ્લાસ્ટિક સર્જરી વિભાગના વડા ડૉ.જયેશ સચદેવ પણ પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત એનેસ્થેસિયા વિભાગના વડા ડૉ.શૈલેષ શાહ અને અન્ય ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ પણ કોરોના સંક્રમિત થયો છે. લોકોને બચાવતા સિવિલના તબીબો પણ કોરોનાનો શિકાર બન્યાં છે.

આ તકે લોકોની ગંભીર બેદરકારીને પગલે સિવિલમાં ગઈકાલે 116 ગંભીર દર્દીઓ આવ્યા હતાં. શહેરની સિવિલ હોસ્પિટલમાં સૌથી વધુ ગંભીર દર્દીઓ દાખલ છે. જેને લઈને સિવિલ હોસ્પિટલના સ્ટાફમાં પણ વધારો કરાયો છે.

Leave a Reply

Your email address will not be published.