/

Breaking News : રાજ્યસભાની ચૂંટણીને લઇ ખેલ પડી ગયો, કોંગ્રેસના 2 ધારાસભ્યોના રાજીનામાં

રાજ્યસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના લીમડીના ધારાસભ્ય સોમાભાઈ પટેલ અને ધારીના ધારાસભ્ય જે.વી.કાકડીયાએ રાજીનામુ આપી દીધું છે. લીંબડીના ધારાસભ્ય સોમાભાઈ પટેલે મોડી રાત્રે રાજીનામુ આપ્યું છે. રાત્રે 12થી 12.30 વાગ્યા દરમિયાન આ ધારાસભ્યએ રાજીનામુ આપ્યું છે. રાજીનામુ આપીને સોમાભાઈ પ્રદીપસિંહને મળ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે.

26મીએ યોજાનારી ચૂંટણી માટે ભાજપનાં 103 સભ્ય સંખ્યા છે અભય ભારદ્વાજ, રમીલાબહેન બારા સાથે ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનના નામની જાહેરાત કરી હતી. ત્યારથી જ શંકા હતી કે કોંગ્રેસનો ખેલ પડશે અને ક્રોસ વોટિંગ થશે પરંતુ તે પહેલા જ રાજીનામુ પડતા ખળભળાટ મચી ગયો છે.

Leave a Reply

Your email address will not be published.