//

પશ્ચિમ બંગાળના પ્રમુખ દિલીપ ઘોષના કાફલા પર થયો હુમલો

પશ્ચિમ બંગાળના પ્રમુખ દિલીપ ઘોષના કાફલા પર હુમલો કરાયો છે. તેઓ જે ગાડીમાં બેઠા હતા તે ગાડી આગળ નીકળી જતા દિલીપ ઘોષ આ હુમલામાં બચી ગયા છે. પરંતુ તેમની પાછળ જે ગાડી આવી રહી હતી તેના પર આ હુમલો થયો હતો. પશ્ચિમ બંગાળમાં આ હુમલા બાદ રાજકારણ ગરમાઈ ગયું છે. સાથે જ દિલીપ ઘોષે આ હુમલાનો આરોપ ટીએમસી પર લગાવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે પશ્ચિમ બંગાળના ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષ પાર્ટીના અન્ય નેતાઓ સાથે અલીપુર દ્વાર જિલ્લામાં પહોચ્યા હતા. અહી તેમનો કાફલો પસાર થઇ રહ્યો હતો, તે સમય દરમિયાન રસ્તા પર રહેલા હજારો લોકોની ભીડે પથ્થર ફેક્યા હતા. દિલીપ ઘોષની ગાડી આગળ નીકળી ગઇ હતી જ્યારે આ હુમલામાં પાછળ આવી રહેલી કેટલીક ગાડીઓ પર હુમલો થયો હતો.

આ હુમલામાં કાલચીનીના ધારાસભ્ય વિલ્સન ચંપામારીની ગાડીને હુમલામાં નુકસાન થયુ હતું, તેમણે ઇજા પણ પહોંચી છે. પથ્થરો સાથે ભીડના કાફલાને કાળા ઝંડા પણ બતાવવામાં આવ્યા હતા. ભાજપના નેતાઓએ મમતા સરકાર પર હુમલાનો આરોપ લગાવ્યો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યુ, “હું સ્વસ્થ છું, PM મોદી એ એક દિવસ પહેલા જ કેન્દ્રીય કાર્યાલયથી બંગાળ માટે ચિંતા વ્યક્ત કરી હતી. અમે લોકો સભા કરીને પરત ફરી રહ્યા હતા. રસ્તામાં ટીએમસીના ગુંડા બુમો પાડી રહ્યા હતા અને ઇટો ફેકી રહ્યા હતા. ભાજપ સાથે લોકો છે. કેટલાક લોકોને તકલીફ થઇ રહી છે, તે હુમલો કરાવી રહ્યા છે

તેમણે વધુમાં કહ્યુ કે, પાર્ટીમાં બળવાખોર ચહેરા પણ સામે આવી રહ્યા છે. પીએમ જેએનયુમાં સ્વામી વિવેકાનંદની મૂર્તિનું અનાવરણ કરી રહ્યા છે, જ્યાં પાકિસ્તાન જિંદાબાદનો નારો લગાવતા હતા. એવામાં કેટલાક લોકો ગભરાઇ ગયા છે અને હુમલો કરી રહ્યા છે. દુર્ગા પૂજાના સમયે 5-6 હત્યાઓ કરવામાં આવી છે. જોકે હવે તો ટીએમસીની અંદર પણ ઘર્ષણ થઇ રહ્યુ છે,

Leave a Reply

Your email address will not be published.