////

કોરોના કહેરના પગલે આ જીવલેણ બિમારીનો ખતરો મંડરાયો

વિશ્વમાં હજુ સુધી કોરોના વાઈરસનો ખતરો ટળ્યો નથી. ત્યારે કોરોનાની સાથે સાથે કેટલીક જીવલેણ બીમારીએ પણ માથું ઉચક્યું છે. આ ખુલાસો ડબલ્યુએચઓ સંસ્થા તેમજ સેન્ટર ફોર ડિઝીસ કંટ્રોલ એન્ડ પ્રિવિશનના રિપોર્ટમાં થયો છે. સાથે જ એ પણ જાણવા મળ્યું છે કે, વર્ષ 2019માં ઓરીના સંક્રમણે 23 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. જેમાં કોરોના વાઈરસના કારણે લોકો ઓરીની રસી ન અપાવતા ઓરીનું સંક્રમણ વધ્યું છે.

આ ઉપરાંત આ રિપોર્ટમાં જણાવ્યું છે કે, વર્ષ 2019માં પુરા વિશ્વમાં ઓરીના સંક્રમિત લોકોની સંખ્યા 869,770 થઇ ગઇ હતી, જ્યારે વર્ષ 2016ના આંકડાઓ સાથે સરખામણી કરવામાં આવે તો આ ગંભીર બિમારીથી મૃત્યુ દરના કેસોમાં 50 ટકાનો વધારો થયો હતો.

આ અંગે વિશ્વ આરોગ્ય સંસ્થાના અધિકારીઓના જણાવ્યાં પ્રમાણે હાલના વર્ષોમાં રસી થવાથી ઓરીના સંક્રમિત લોકોની સંખ્યા સ્થિર થઇ ગઇ છે, પરંતુ કોરોના વાયરસ સંક્રમણ ફેલાયા પછી ઓરીની રસી રોકાઇ ગઇ હોવાથી વિશ્વના અંદાજે 94 ટકા લોકો પર ઓરીના સંક્રમણનો ખતરો મંડરાઇ રહ્યો છે.

તો WHOમાં ઓરીના એક વરિષ્ઠ ટેકનિકી અધિકારના જણાવ્યા પ્રમાણે આ બિમારી એક ચિંગારીની જેમ છે, જે જંગલમાં આગની જેમ ફેલાઇ રહી છે. વિશ્વના 73 ટકા ઓરીનું સંક્રમણ 9 દેશમાં છે, જ્યાં આ સંક્રમણનો સૌથી વધારે પ્રકોપ કાંગો, મેડાગાસ્કર, જ્યોર્જિયા, કઝાકિસ્તાન અને યૂક્રેનમાં છે.

Leave a Reply

Your email address will not be published.